________________
૭૦
શ્રી સિદ્ધચક્ર
તા. ર૧-૧૧-૩૪
(૮)
સમાગમને જ આભારી છે. (૫) જગતમાં જાહેર તરીકે જાણવામાં આવેલો જૈનપણાનો આચાર જે જીવદયા, રાત્રિભોજનને
પરિહાર, અનંતકાય અને અભક્ષ્યનો ત્યાગ વિગેરે છે તેનો પણ વર્તાવ સાધુ મહાત્માઓના સમાગમથી જ થાય છે. સામાયિક, પૌષધ વિગેરે સાધુપણાના મહેલની નીસરણીરૂપે ગણાતાં શિક્ષાવ્રતો પણ ત્યારે જ થાય છે અને રસમય બને છે કે જ્યારે સામાન્ય કે વિશેષ કોઈ પણ સાધુ મહાત્માના
સમાગમમાં અવાય. (૭) અનુકંપાદિક પાંચે દાનોમાં ઉત્કૃષ્ટતમ તરીકે ગણાતા સુપાત્રદાનને આચરીને તેનો લાભ
મેળવવાને માટે શ્રાવક-શ્રાવિકા વર્ગ સાધુ મહાત્માઓના વિહારથી થતા સમાગમને લીધે ભાગ્યશાળી બને છે. પૂજા, પ્રભાવના, સાધર્મિક વાત્સલ્ય અને વિનય, વૈયાવચ્ચ આદિનું સ્વરૂપ, તે કરવાથી થતો લાભ વિગેરે જાણી તેમાં તેમાં પ્રવૃત્તિ કરવાનું અહોભાગ્ય તે પણ સાધુ મહાત્માઓના વિહારથી
થતા સમાગમને જ આભારી છે. (૯) ચૈત્ય, પ્રતિમા, પાંજરાપોળ, ઉપાશ્રય વિગેરે ઉપયોગી સ્થાનોના લાભો પણ સાધુ મહાત્માન
સમાગમથી ઘણી મોટી સંખ્યામાં લેનારા થાય છે. (૧૦) અન્ય ધર્મીઓ કે જેઓના દેવો વિષયકષાયમાં રાચેલા, ગુરુઓ આરંભ પરિગ્રહમાં મસ્ત બનેલ
અને ધર્મ કે જે દયાના દેશથી પણ દૂર દોડી ગયેલો હોય છે તેવાઓ પણ અઢાર દોષ રહિ વીતરાગ પરમાત્મા દેવ ઉપર, પંચમહાવ્રતપાલક, કંચનકામિનીના ત્યાગી એવા ગુરુ ઉપર અને જગત જીવમાત્રને હિત કરનાર દયાપ્રધાન સંયમ આદિ ધર્મ ઉપર જે જુઠા કટાક્ષો કરતા હોય તેનું યથાર્થ સમાધાન મેળવી કુદેવ, કુગુરુ અને કુધર્મના ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરવા પૂર્વક સુદેવ, સુગુરુ અને સુધર્મનો અંતઃકરણથી મોક્ષ પ્રાપ્ત થવા માટે આરાધના કરવાનું સુવિહિત સાધુઓના સમાગમથી જ બને છે.
ઉપસંહારમાં જણાવવાનું કે તે તે ક્ષેત્રોમાં વિચરતા તે તે મહાત્માઓએ તથા તે તે ક્ષેત્રમાં રહેલ શ્રાવક શ્રાવિકાઓએ આ લેખ ધ્યાનમાં રાખી પોતાથી બની શકે તેટલો લાભ દેવા અને લેવા તૈયાર થવું અને તેમાં જ આત્માનું શ્રેય છે એમ માનવું એ જ આ લેખનો ઉદેશ છે અને તે સર્વ સફળ કરો.