SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ શ્રી સિદ્ધચક્ર તા. ૨૧-૧૧-૩૪ હોય તે સ્વાભાવિક જ છે. ઉપર જણાવ્યા પ્રમાણે સુવિહિત સાધુ મહાત્માઓના સમ્યગ્ગદર્શન, જ્ઞાન, ચારિત્રના ઉદયમાં હેતુભૂત જેમ તેમનો વિહાર છે તેમ શ્રાવક શ્રાવિકાના ઉદયને માટે પણ મહાપુરુષોના વિહારની ઓછી આવશ્યકતા નથી. વાચક સ્પષ્ટપણે સમજી શકે છે કે જે જે કાલે જે જે ક્ષેત્રમાં સુવિહિત સાધુ મહાત્માઓનો વિહાર થતો હતો કે થાય છે તે તે કાલે તે તે ક્ષેત્રો ધર્મના કેન્દ્ર તરીકે રહેલાં છે. વર્તમાનકાળમાં ગુજરાત દેશે કેન્દ્રપણાનું કાંઈ સર્ટિફિકેટ મેળવેલું નથી અને મગધ, મારવાડ, મેવાડ, માળવા, મહારાષ્ટ્ર વિગેરે દેશોએ ધર્મના કેન્દ્રપણામાં રાજીનામું આપ્યું નથી, પણ સદીઓથી ગુજરાતમાંથી જ ભવ્યાત્માઓ પોતાના આત્માને ઉજ્જવલ કરનારા અને ચારિત્રમાર્ગે પ્રયાણ કરી સ્વપરોપકારને સાધનારા થયા છે અને તેથી જ વર્તમાનમાં ગુજરાત જૈન ધર્મનું કેન્દ્રસ્થાન બનેલું છે. જો કે ઉપર જણાવેલા મગધાદિક દેશોમાં સુવિહિત સાધુઓનો વિહાર થતો જ નથી એમ કાંઈ નથી, પણ ગુજરાતની અંદર જે સ્થાન પર આફ્લાદ ઉપજાવનારાં ચૈત્યો, મનોહર મૂર્તિઓ અને લોકોની ભાવભક્તિ વિહાર કરનારા પૂજ્ય મહાત્માઓના સમ્યગ્દર્શનની વૃદ્ધિમાં કારણભૂત થાય છે તે અપૂર્વ જ છે. અનુભવી મનુષ્યો સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે તીર્થો, ચૈિત્યો, ગુરુ અને ધર્મ એ સર્વનો કોન્ટ્રાક્ટ જ જાણે લીધો ન હોય તેમ સ્પષ્ટ દેખાય છે. યાદ રાખવાની જરૂર છે કે આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ કે ગણિ એવી ઉંચી પદવીને નહિ ધારણ કરનારા સામાન્ય સાધુઓથી પણ જૈનજનતા અપૂર્વ લાભ મેળવી શકી છે :- . (૧) સામાન્ય કે વિશેષ કોઈપણ સાધુના દર્શન કરનાર જૈનને પોતે જૈન છે એવું ભાન થાય છે. આ જ કારણથી જે જે સ્થાને સામાન્ય કે વિશેષ સાધુ મહાત્માઓનો વિહાર હોતો નથી તે તે સ્થાનોના જૈનો પોતાના જૈનત્વને ભૂલી જાય છે. (૨) સામાન્ય કે વિશેષ સાધુમહાત્માના સમાગમમાં આવવાવાળો મનુષ્ય જીવાદિક તત્ત્વ અને દેવાદિક રત્નત્રયીને સમ્યમ્ રીતે ઓળખનારો થઈ સમ્યગુધર્મને પામી શકે છે. (૩) સામાન્ય કે વિશેષ સાધુ મહાત્માઓના સમાગમમાં આવનારા મનુષ્યો જ સંસારનું આરંભ, પરિગ્રહ અને વિષય કષાયમયપણું સમજી, તેને ભયંકર ગણી ચારિત્રરત્નને આદરવા તત્પર થાય છે. (૪) આરંભ પરિગ્રહની આસક્તિને લીધે કે બીજા કોઈ પણ કારણથી જે લોકો ચારિત્રને ગ્રહણ નથી કરી શકતા તેઓ પણ સર્વથા પાપ છોડવારૂપી સાધુપણું જરૂરી છે એમ માનવાપૂર્વક હિંસાદિક પોતાની કંઈક કંઈક અંશે પણ વિરતિ કરનારા થાય છે તે પણ સાધુ મહાત્માઓના થતા
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy