________________
૬૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૧-૧૧-૩૪ ધર્મ અને જિનેશ્વર મહારાજની આજ્ઞા સમજતા હોય તેઓએ દ્રવ્યહિંસાના પરિહારનું બાળપણું અ ચારિત્રઆદિકનું રક્ષણીયપણું આંખ મીંચીને વિચારવું જોઈએ.
ઉપર જણાવ્યા પ્રમાણે સાધુઓને પોતાના ચારિત્રના રક્ષણ માટે જો કે વિહાર કરવાનો જ છે છતાં તેવી રીતે વિચારવાથી જુદા જુદા સ્થાનના પર્યટનમાં શ્રી જિનેશ્વર મહારાજની જન્મ, દીક્ષા, કેવળ અને નિર્વાણની ભૂમિઓરૂપી પવિત્ર તીર્થોના દર્શનનો લાભ મળે અને તેથી સમ્યકત્વની અત્યંત નિર્મળતા થાય એ હકીકત શાસ્ત્રોકત હોવા સાથે વિહાર કરનારાઓને અનુભવસિદ્ધ છે. વળી, સુવિહિત સાધુસમુદાયના આવવા જવાથી તીર્થસ્થાનનો મહિમા વધે અને તેથી અનેક ભવ્ય આત્માઓ ઉલ્લાસવાળા થઈ તીર્થભક્તિમાં તન, મન અને ધનથી પ્રવૃત્ત થાય એ સ્વાભાવિક જ છે. મનનો ઘેન જત: સ ચાઃ એ ન્યાય ખરેખર આવી રીતે સાધુ મહાત્માઓના સ્પર્શ આદિના પ્રભાવથી તીર્થના પ્રકૃષ્ટ મહિમામાં લાગુ પડે છે. વર્તમાનકાળમાં પણ છે જે તીર્થસ્થાનોમાં પવિત્રતમ સુવિહિત મહાત્માઓનું જવું વિગેરે થાય છે ત્યાં ત્યાં તીર્થનો મહિમા અત્યંત વધે છે અને જે તીર્થો ઘણાં મોટા છતાં પણ સુવિહિત સાધુ મહાત્માઓના આવાગમનથી શૂન્ય હોય તેનો મહિમા તેવો વધતો નથી એ પ્રત્યક્ષ દેખાય છે. આ જ કારણથી ગુજરાત દેશની અંદર રહેલા સામાન્ય તીર્થની પણ જાહોજલાલીને અન્ય દેશના મહાતીર્થો પણ પહોંચી શક્યાં નથી એ વાત સ્પષ્ટ દીવા જેવી જ છે. આ ઉપરથી સ્પષ્ટ થશે કે સાધુ મહાત્માઓના વિહારનું ફળ તીર્થોની ઉન્નતિ પણ છે. જેવી રીતે ચૈત્ય અને તીર્થોની જાહોજલાલીથી સાધુ મહાત્મા અને ઇતર જૈનોને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, શુદ્ધિ અને વૃદ્ધિ વિગેરે પુરુષોના વિહારથી જ થાય છે તેવી રીતે પુરુષોને પણ દેશદેશાંતરમાં ભ્રમણ કરતાં કોઈ તેવા દર્શન પ્રભાવક સમ્મતિતર્ક આદિ શાસ્ત્રોને ધારણ કરનારા મહાપુરુષનો યોગ મળે અને તેમની પાસેથી તે તે દર્શનપ્રભાવક શાસ્ત્રો ગ્રહણ કરવાદ્વારા એ તેમજ દર્શનવિઘાતક શંકાઓના સમાધાન મેળવવાદ્વારા એ સમ્યગદર્શનની પ્રભાવના અને નિર્મળતા થાય તે વિહારનો જ ગુણ છે.
દર્શનપ્રભાવક શાસ્ત્રોની માફક બીજાં પણ નવાં નવાં શાસ્ત્રો જાણનારા, અપૂર્વ સૂત્રાર્થને ધારણ કરનારા તેમજ વાચનાદિક સ્વાધ્યાયમાં અત્યંત નિપુણ એવા મહાપુરુષોના યોગે વિહાર કરનાર સાધુ મહાત્માને અપૂર્વ જ્ઞાનનો લાભ થાય તે કાંઈ ઓછો લાભ નથી. જેવી રીતે પૂર્વેદર્શન અને જ્ઞાનનો લાભ વિહારધારા એ જણાવ્યો તેવી જ રીતે શ્રાવકાદિકના કુટુંબનું મમત્વ, ગ્રામ, ઉપાશ્રય વિગેરે ક્ષેત્રની પ્રતિબદ્ધતા તેમજ ભક્ત અને સ્વજન સંબંધી કુટુંબો ઉપર થતો મમત્વભાવ એ સર્વ ચારિત્રના પ્રાણને સર્વથા નાશ કરનાર છે. તેનાથી બચવા માટે ચારિત્રની રક્ષાના અર્થ સાધુઓને વિહારની આવશ્યકતા