SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ શ્રી સિદ્ધચક્ર તા. ૨૧-૧૧-૩૪ (સમાલોચના) (૧) જૈન પ્રવચન અંક ૧૫ પા. ૧૯૨ માં બીજા કોલમમાં “એ દઢ વૈરાગી રાજકુમારે સ્વયં પ્રવ્રજ્યા ગ્રહી.” એમ સ્પષ્ટ લખ્યું છે, અને તે જ પત્રના અંક ૧૭ માના પા. ૨૧૬માં તેનું શ્રી મહાવીર મહારાજે દીક્ષાનો નિષેધ જ કર્યો છે ને નિષિદ્ધ કરાયેલ હોવા છતાં એવું વિવેચન કરવામાં આવ્યા પછી સ્વયં દીક્ષા નથી લીધી પણ ભગવાને આપી છે એમ સમાલોચના થતાં અંક ૨૦ ના પા. ૨૫૦માં સુધારો કરવામાં આવ્યો અને મહાવીર મહારાજાએ જ શ્રી નંદિષેણજીને નિષેધ કર્યા પછી પણ દીક્ષા આપી એમ હવે પ્રવચનના લેખકે પણ સ્પષ્ટ માન્યું છે. (૨) () ગુરુતત્ત્વવિનિશ્ચયના પાઠમાં દીક્ષા એ વિશિષ્ટ બીજ અને સમયકૃત્વ એ બીજ માત્ર છે એમ કહ્યા છતાં તે ભેદને ન સમજે અને અન્યથાથી કહેલા વિરોધને ન સમજે તે મનુષ્ય જ “ખેડૂતને અપાવેલી દીક્ષાના પ્રતાપે” એમ પ્રકરણ વિરોધી અને અસંબદ્ધ લખે અને સિદ્ધ થયેલી છે એમ પણ પ્રસંગોપાદનને ન સમજતાં જ લખે. (મા) અસંબદ્ધ અને જુઠા પણ માત્ર પાઠો આપવા એવી ટેવવાળાને પાઠમાં રહેલ મુદો ન સુઝે અને તેથી ગુરુતત્ત્વવિનિશ્ચયના મત વ નો સંબંધ કે અર્થ ન અપાય તે સ્વાભાવિક છે, કેમકે તેનો સ્પષ્ટ અર્થ એવો હતો કે પૃચ્છાદિથી યોગ્ય જણાયેલાને (વસ્તુતઃ) બીજા ધાન માટે ને સામાન્યથી વિશિષ્ટ બીજા ધાનને માટે આચાર્યો દીક્ષા આપે છે, કેમકે તેવા બીજેથી આઠમે ભવે જીવ મોક્ષ મેળવે છે ને તેથી જ નિશ્ચયથી પડવાવાળો જામ્યો હતો એવા હાલિકને ભગવાન મહાવીરે ગૌતમસ્વામીજી દ્વારા દીક્ષા અપાવી છે. (વાચકને આથી સ્પષ્ટ માલમ પડશે કે તૃપ્તિકારને પાઠના ઉલટા, જુઠા, અસંબદ્ધ અને અણસમજ ભરેલા અર્થ લખી દેવાની ટેવ પડી છે ને તે પોતાની ટેવને બીજાને માથે ખોટા પડ્યા વિગેરેની બળતરાથી ઓઢાડવા જાય છે.) (૩) કશોય. લાભ થવાનો જ નથી એવું વાક્ય કૃતિકારકને પોતાની કલ્પનાથી જ લખેલ હોવાથી જ ગળી જવું પડ્યું છે ને પ્રરૂપકના વચનમાંથી તે દેખાડી શકાયું નથી. (૪) નિશ્ચિત પતિતોને પણ દીક્ષાથી ગુણવિશેષ પણ થાય છે એ વાત તો પ્રવચને પણ શ્રી ભગવતીજીના પાઠથી કબુલ કરી છે. (વર્તમાનમાં તો ભવિષ્યના પતનનો સંદેહ જ ગણાય) (૫) જે સ્વયં પ્રવ્રજ્યા ગ્રહી એમ લખીને પણ પાછળથી સુધારો કરેલો છે તે સારો છે. (જૈન પ્રવચન) (૧) પત્તય શબ્દથી કાગળની સિદ્ધિ કરનારે અનુયોગદ્વાર પત્ર ૩૪ પૃષ્ઠ-૧ પત્રણ તતતાન્યાદિ સંવંધનિ અને તત્કંથાનિધ્યનાસ્તુ પુસ્તક્ષા: જોવું જેથી પણ માલમ પડશે કે મુખ્યતાએ તાડપત્રનાં પુસ્તકો હતાં. નાના દાબડામાં ભૂર્જપત્ર હોય. (૨) ચર્ચાસારમાં પૃષ્ઠ ૬૮-૬૯ માં રૂથોડgિo એ ગાથા ૯૫૭ છે ને તેના તાત્પર્યમાં ‘નદીસૂત્ર સંભળાવતી વખતે શિષ્ય પણ મુહપત્તિ વડે મુખ્યબંધન કરવું પડે એમ સમજાય છે, એમ ચોખું વિધિપૂતયાના પાઠથી વિરુદ્ધ જુઠું લખેલ છે.
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy