________________
૬૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૧-૧૧-૩૪
સમૃદ્ધિ છોડી દેવી પડે છે એ કેમ મનાય ? ચારિત્ર છૂટી જાય પણ જ્ઞાનદર્શન છૂટે છે
એ કેમ મનાય?” સમાધાન - જ્ઞાનદર્શનને બંને ભવનું કહ્યું પણ તે ગણ્યા ગાંઠ્યા જીવોને માટે અસંખ્યાતે એક અસંખ્યાત
જીવો સમ્યત્વવાળા, અસંખ્યાત જીવો જ્ઞાનવાળા તેમાં સમ્યકત્વને જ્ઞાન લઈ જનાર એક, બાકીના ખોઈને જનારા એક પણ જીવ તેવો હોય તો લઈને જાય છે, એમ શાસ્ત્રકારે કહેવું પડે. પહેલાના ભવનું સ્પર્શન તો નિયમ હતું જ તો તેનો સંસ્કાર કાંઈ છે ! દેવતાના ભવમાંથી આવ્યા હોઈએ તો કાંઈ જ્ઞાન છે? માટે બાહ્ય અત્યંતર સામગ્રી પણ છૂટી જાય તો પછી આપણી પાસે રહેવાનું શું ? ધાડ પડી, માલ લુટાયો પછી ભરતીયું પાસે રહ્યું એ કામનું શું? બેંક લૂંટાઈ ગઈ પછી ચેક શું કરવાનો ? જ્ઞાનદર્શન વગરનો આત્મા લુટાઈ ગયેલી દુકાનના ભરતીયા જેવો છે. કંચન, કામિની, કુટુંબ અને કાયા જેને માટે આપણે મહેનત કરીએ છીએ તે પણ નાશ પામવાના છે. કાળા પાણીની સજા સારી છે કેમકે જો કે ત્યાં કુટુંબ, રિદ્ધિ વિગેરે ન લઇ જવાય પણ શારીરિક સંપત્તિ એ સજા કરનાર લઈ લેતો નથી. જ્યારે મોત થાય ત્યારે શારીરિક સંપત્તિ, એ સજા કરનાર લઈ લેતો નથી.
જ્યારે મોત થાય ત્યારે શારીરિક સંપત્તિ કૌટુંબિક સામગ્રી, આત્માની જ્ઞાનાદિક સામગ્રી આ બધાથી છૂટા થવાનું. જેને ક્ષયોપશમ થયો હોય અને વચમાં ઉદય થઈ જાય તેને ક્ષયોપશમ કરવો સહેલો છે. આ આત્મા અનાદિકાલથી આવી સજા અનંતી વખત પામ્યો છતાં હજી એને ભવનો ભય લાગતો નથી, જેને ભવનો ભય લાગ્યો હોય તેણે જ દેવગુરુધર્મની માન્યતા સાચી કરી ગણાય અને એને જ સમકીતિ ગણાય.
U