________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૧-૧૧-૩૪
- શાસ્ત્રકારોએ ગુણઠાણાના કાલમાં ચોથે ગુણસ્થાનકે તેત્રીશ સાગરોપથી અધિક કાળ ન કહ્યો ચોત્રીસ સાગરોપમ નહિ. અહીં અવિરતિ રાખીયે તો બાવીસ સાગરોપમ દેવલોકના, પછી મનુષ્યભવ, ફેર બાવીસ સાગરોપમ દેવલોકના એટલે સમ્યકત્વ રહે નહિ. પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનકમાં આવે તો જ સમ્યકત્વ ૬૬ (છાસઠ) સાગરોપમ ટકે. આ વાત ધ્યાનમાં લેવાથી સમાધાન થશે. આ ભવથી બીજા ભવમાં સમ્યત્વ અખંડ રાખવું હોય તો મનુષ્ય જરૂર વિરતિ લે. શ્રાવકના વ્રત લે તે વ્રતધારી (વિરતિ) કહેવાય ને ! શ્રાવકપણું એ ચૂકેલી ફાળ છે, ધારેલી ફાળ નથી. વાંદરાને પાંચમી ડાળ એ ચૂકેલી ફળ છે કેમકે એને જવું હતું સાતમી ડાળે. દેશવિરતિ લેતી વખતે એ શ્રાવક સર્વવિરતિના પરિણામ જ હોય. તેવા પરિણામ ન હોય તો દેશવિરતિ કહેવાય જ નહિ. પહેલા વ્રતના વધ, બંધાદિક પાંચ અતિચાર છે. ત્રણ નિરપરાધીને જાણી જોઈને મારવો નહિ એ વ્રતને તથા અતિચારને સંબંધ શો ? “મારી ન નાખવો' એવી પ્રતિજ્ઞા છતાં વધ બંધાદિ કરો તો ગુન્હેગાર શી રીતે ? “પ્રાણ નાશ ન કરવો' એવી પ્રતિજ્ઞામાં વધબંધાદિક કરવાથી વ્રતમાં શી હરકત ? ચોથા વ્રતમાં પરસ્ત્રીનો ત્યાગ છે, કરનારે સ્વસ્ત્રીની છૂટ રાખી છે તો તીવ્ર અભિલાષા, અનંગ ક્રીડા વિગેરેમાં દૂષણ શાથી? આ બરાબર સમજો ! વ્રત લેતી વખતની પરિણતિ કઈ ? એક એક જીવની હિંસા પોતાના આત્માને દુર્ગતિએ લઈ જનારી છે તે ન થાઓ, આ પરિણતિ છે અને અંદરની એ પરિણતિ કાયમ રાખવા માટેના આ મુજબ અતિચારો છે. વધ એટલે તાડન, તર્જન, બંધ એટલે દોરડે બાંધવા, આમાં અતિચાર કેમ એ હવે સમજાશે. સામા જીવને જરા પણ દુઃખ થાય તે હિંસા, જરા પણ હિંસા ન કરવી એ આંતર્ પરિણતિ એને માટે વધબંધનાદિક એ અતિચારો. એ જ રીતે ચોથા વ્રતને અંગે સમજવું. સમકિત થાય, દેશવિરતિ લેવા માંડે તે વખતે વિષયની ઉંડી ખાઈમાંથી નીકળવું એ જ કલ્યાણકારક આવી પરિણતિથી ચોથું વ્રત લીધું, એ જ માટે તીવ્રાભિલાષા, અનંગ દૂષણ વિગેરે અતિચારો છે. સર્વવિરતિની ધારણા રાખીને જ દેશવિરતિ કરવાની છે દેશવિરતિ ગ્રહણ એ થાક્યાના ગાઉ છે, શૂરાતનવાળાના ગાઉ નથી. સમ્યત્વવાળો વ્રતના સંસ્કારવાળો કેટલો હોય ! પરવિવાહની વ્યાખ્યામાં કન્યાદાન દેવામાં લાભ છે એવું માની કન્યા દે તો અણસમજુની અપેક્ષાએ એને અતિચાર કહ્યો છે. સમજુ દેશવિરતિવાળાએ દેણદારને કેદખાનામાં મોકલવો એ યોગ્ય નથી. વ્યુત્પન્નને આ યોગ્ય નથી. મૂળ વાતમાં આવીને ચારિત્ર એક ભવથી બીજે ભવ સાથે આવતું નથી. અહીં કરેલી પ્રતિજ્ઞા અહીં પૂરી થાય છે પણ ચારિત્રના ભાવ સંસ્કાર બીજા ભવમાં જરૂર ચારિત્ર લાવી આપે જો ચારિત્ર લાવે નહિ તો અહીંનું સમ્યકત્વ રહ્યું કહેવાય નહિ. અહીંનું ચારિત્ર પાળેલું હોય તો એ જરૂર સમ્યકત્વ લાવી આપે છે. શંકા - “જ્ઞાન અને દર્શન અખંડ રહે છે, તો પછી સર્વસ્થાને અશાશ્વત કેમ કહો છો ? અંદરની