________________
૬ ૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૧-૧૧-૩૪
છે એવું આજે બોલનારા બોલે છે તો આ આચાર્ય લોભિયા? વાદળી ચશ્મા પહેરનારને ધોળાં કપડાં પણ વાદળી દેખાય, એવી રીતે મોહના ચશ્માવાળા આવા પ્રસંગે ચેલાનો લોભ જ દેખે છે. ધનગિરિજી સુનંદાને ત્યાં વહોરવા આવ્યા. પાડોશણો આવીને ત્યાં સુનંદાને કહેવા લાગી કે “આ એનો બાપ આવ્યો ! એ છોકરાને હવે એને સોપીદે અને લપથી છૂટ !” વિચારો કે એ સુનંદા પાડોશણો પાસે કેટલી વખત કેટલું અને કેવું રડી બબડી હશે કે જેથી પાડોશણો આવું કહેવા આવી હશે ! જીવનમરણના સવાલ જેવો સવાલ લાગ્યો હશે કે જેથી પાડોશણે આવું ઉચ્ચાર્યું હશે. સાધુઓ દુનિયાની દશા બરાબર જાણે છે. અત્યારે પાડોશણો આ લપ સાધુને ગળે વળગાડવા તૈયાર થઇ છે. દુનિયામાં સાગરીતો કેવા મળે છે ! સુનંદા એકલી છે, નિરાધાર છે, રાંડી નથી પણ એવી જ સ્થિતિમાં છે, સાસુ-સસરો નથી, બાળક સોંપી દેવાથી આખું ઘર ઉખડી જાય છે છતાં બધી પાડોશણો બાળક સોંપાવી દેવા તૈયાર થાય છે, સાક્ષી થાય છે. સાધુ કહે છે કે અત્યારે તો આપે છે પણ કાલે પાછો માગવા આવે તો ?” પાછો માગવા નહિ આવે એવી ખાત્રી પાડોશણો આપે છે, પાડોશણો એ વાતમાં સાક્ષી થાય છે, ધર્મ વિરુદ્ધતામાં દુનિયા કેટલી રાજી છે ! અત્યારે સુનંદાનો તથા પાડોશણોનો બાળક સોંપવામાં એક જ આશય છે કે સાધુને ગળે લપ વળગાડવી, ફોડશે માથું અને કાઢશે રાતું ! આ બધા તો આવા ઇરાદાથી બાળકને ઝોળીમાં વહોરાવે છે પણ પેલા વજસ્વામી તો ઝોળીમાં મુકાયા કે તરત રોતા બંધ થયા. ચારિત્રપ્રાપ્તિને અંગેનું બંધન તોડવું હતું તે તૂટી ગયું. આ જ સુધી કડવા ઘૂંટડા પીધા, પછાડીયાં ખાધા, ગડદા ખાધા, ગાળો ખાધી, માર ખાધો એ બધું આજે સફળ થયું. કહેવાનું તત્ત્વ એ છે કે જેને ભવાંતરના સંસ્કાર હોય તે ચારિત્ર જોડે લઈને આવે નહિ પણ લગીર નિમિત્ત મળતાં એને ઝટ માર્ગ મળી જાય છે. આવતા ભવમાં સમકિત રાખવું હોય તો ચારિત્ર જરૂર લેવાનું.
મોક્ષ હોય પણ થાય નહિ તેવે વખતે પાળેલું ચારિત્ર નકામું નથીઃ ચારિત્ર કેવળ આ ભવનું છે. બીજે ભવે નવું છે. સમકિતવાળો આ ભવે ભલે વિરતિ ન લે પણ આવતા ભવમાં એના માટે બેધડક કાંતો વિરતિ લે, કાં તો સમકિત છોડે. સમીતિ દેવતાના ભવ પછી મનુષ્યપણું પામી જરૂર ચારિત્ર પામે. આ ભવમાં સમકાતિ (વ્રતધારી કે વ્રત વગરનો) તેને માટે આવતા મનુષ્યભવમાં બે જ માર્ગ કાં તો સમકિત જાય અગર કાં તો વિરતિ લે આવતા ભવમાં સમકિત રાખવું હોય તો ચારિત્ર જરૂર લેવાનું. શંકા “બારમા દેવલોકે મનુષ્ય જાય ને ત્રણ વખત દેવલોક જાય અને મનુષ્યપણું પામે ત્યાં સુધી સમ્યકત્વ રહે તો પછી સમકિત જાય અગર વિરતિ લે એવો નિયમ શા ઉપરથી ? સમ્યત્વવાળાને સાત ભવની મર્યાદા છે, તો બીજા ભવે મિથ્યાત્વી થવાનું કેમ કહો છો ?