SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધચક્ર. (પાક્ષિક) दुष्कर्मसानुभिद्वजं सर्वसंपत्तिसाधकं । आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥ ભાવાર્થ- દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક, આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. પ્રથમ વર્ષ અંક બીજો મુંબઈ, તા. ૨૯-૧૦-૩૨. આસો વદ ૦)) | વિીર સંવત્ ૨૪૫૮ વિક્રમ ,, ૧૯૮૮ ચૈતન્યવંત - સંસ્થાઓ S વિરાટ જગત એ જેમ ભંયકર છે. તેમાં અનેરી સૃષ્ટિ સંગ્રહસ્થાન પણ છે. એને અનુકૂળ સંયોગોમાં ગોઠવ્યા બાદ કવિવરોનું કેન્દ્રસ્થાન અને વિલાસીઓના પરમ વિનોદનું સ્થાન પણ તે જ બની શકે છે. એના અનુકૂળ સંયોગોની શોધમાં લૌકિક દર્શનાકારોએ બહુ બહુ છક્કડ ખાવાને પરિણામે એ સૃષ્ટિની આદિ માનવા જેવી ગંભીર ભૂલભરી ઉતાવળ કરી નાખેલી છે. કારણ એ જ કે આ સૃષ્ટિરૂપ સંગ્રહસ્થાનની આદિ અને અન્ન તો અતિન્દ્રિય જ્ઞાનીઓથી પણ અગમ્ય જ છે; અને તેથી કરીને જ સર્વજ્ઞ દેવોની સૃષ્ટિમાં તો સૃષ્ટિની સ્થિતિ અનાદિ તરીકે પ્રતિપાદન કરાયેલી જ છે. સામાન્ય બુદ્ધિવાળા સજ્જનોને પણ સૃષ્ટિને આદિ માનતા પહેલાં તો વિવિધ તર્કોના તરંગોમાં તણાવું પડે છે. દૃષ્ટાંત તરીકે વિચારીશું કે પ્રથમ તો સૃષ્ટિનો રચયિતા કોણ ? એને રચનારનો રચનાર કોણ ? રચના થઈ ક્યારે ? રચનાર મનુષ્ય પ્રથમ થયો કે પૃથ્વી ! જો રચનાર પ્રથમ માનીએ તો પાંચ ભૂત (પૃથ્વી, અપ, તેલ, વાલ, વનસ્પતિ) મય જે પૃથ્વી છે તેના વિના તે રહ્યો ક્યાં ? અપ (પાણી) વિના પીધું શું ? તેઉ (અગ્નિ) વિના પકાવ્યું શું ? વાઉ વિના જીવ્યો કેમ ? વનસ્પતિ વિના ખાધું શું ? વિગેરે વિગેરે વિચારોના વમળમાં પણ એની આદિ માનનારાઓના છિછરા અભિપ્રાયોનો સહેજ સ્ફોટ થઇ જાય છે. ધારો કે પૃથ્વીની આદિ માનીએ તો પણ તેનો રચનાર તો રહ્યો જ નહીં, જેથી પણ તે અનાદિની જ છે એમ સ્વતઃ સિદ્ધ થાય છે. જેમ કોઈ પ્રશ્ન કરે કે “ઘઉં પહેલો કે અંકુરો” આપણે
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy