________________
૨૬ - શ્રી સિદ્ધચક્ર
તા. ૨૯-૧૦-૩૨ કહેવું જ પડશે કે ઘઉંમાંથી અંકુરો અને અંકુરામાં ઘઉં એમ અનાદિથી પરંપરા ચાલી જ આવતી હોવાથી તે અનાદિ જ છે.
આથી એ સિદ્ધ થયું કે ચડાય તેવા જ્ઞાન ધરાવનારા લૌકિક દર્શનકારો જે વાતોને સાફ નથી કહી શક્યા તે વાતને સર્વજ્ઞ દેવોએ તો સહેજમાં સાફ સાફ ખુલ્લી કહી નાખેલી છે, અને એથી કરીને અહીં આપણે તો સર્વાગ સંપૂર્ણ રચના વડે ભરપુર એવી સર્વજ્ઞ સૃષ્ટિમાં જ પ્રવેશ કરવાનો નિર્ધાર હોવાથી, ચહાય તેવી બુદ્ધિ દ્વારા, જગત આખાને ભ્રમણામાં ભમાવનારા, જગતના વિશેષ ભાગની પણ પૂજાને પાત્ર બનનારા, એવા પણ આત્માઓ કે જેઓ જ્યાં સુધી સર્વશપણું પ્રાપ્ત કરી શક્યા નથી ત્યાં સુધી તો વિતરાગની વાણી વિરુદ્ધના તેવાના એક પણ લૌકિક સંયોગોને આપણે સ્પર્શવાનું રહેતું જ નથી. જૈન-દર્શન તે લોકોત્તર દર્શન જ હોવાથી તેને સેવનારાઓએ લૌકિક પ્રવૃત્તિઓને તો પ્રથમ તિલાંજલિ આપવી જ પડશે !!! સિવાય આ દર્શનનો આત્માને સંપર્ક થવો અસંભવિત છે. મોતીના ઇચ્છુકો દરિયાની સપાટી ઉપર જ ફર્યા કરે તો તેને એક પણ મોતી હાથ નહીં જ લાગે ! એ તો મરણ જીવનના સવાલને બાજુ પર મૂકી ઉંડાણમાં ડૂબકી મારતાં શીખે, અને શરીરની સાથે પ્રાણને પણ સાચવતાં શીખે તો જ મોતી મેળવી શકે; તેમ અહીંયા પણ મોંઘા મોતીના ગ્રાહકોએ સર્વજ્ઞ સૃષ્ટિની સિદ્ધિ માટે સર્વજ્ઞ સિદ્ધાંતરૂપ સાગરની ઉંડાણમાં ડૂબકી મારવા પછી જ મોંઘા મોતી મેળવી શકાશે એમ નિશ્ચય કરવો પડશે. ભોજનની ભરેલી થાળી પાસે જ પડી હોય છતાં “ભોજન સ્વતઃ મોઢામાં પેસે તો જ ખાઉં” એવી હઠ લેનારાઓ જેમ છતે ભોજને ભૂખ્યા જ રહે, તેમ સર્વજ્ઞ મહારાજના લોકોત્તર શાસનમાં જન્મવા માત્રથી જ સર્વ કાંઈ માની લઈ તત્વ શૂન્ય રહે તેવા કદાગ્રહી આત્માઓના ઉત્તમ જન્મનું ફળ પણ અલેખે જ થાય તેમાં આશ્ચર્ય પણ શું છે!
આ અનાદિમય સૃષ્ટિરૂપ સંગ્રહસ્થાનના અનેક વિભાગો છે. એના એક એક વિભાગમાં અનેકવિધ પદાર્થો છે. એ પદાર્થોને તસ્વરૂપે અને તદગત ચિત્તે વિચારવામાં ન જ આવે તો તેમાંના એક પણ પદાર્થનો કદીએ નિર્ણય થઈ શકવાનો નથી !!
એવા તે સઘળા પદાર્થોને સર્વજ્ઞ મહારાજે વાસ્તવિક રીતે ષટદ્રવ્યમાં (ધર્મ, અધર્મ, આકાશ, પુલગ, જીવ અને કાળ) વહેંચેલા છે અને તેને વ્યવહારથી તો જડ અને ચેતન એ બે રૂપે જ અને બે વિભાગમાં વહેંચી શકાય છે. કારણ એ જ કે જીવ સિવાયના પાંચે દ્રવ્યો જડ છે. આ બે પદાર્થથી સંપૂર્ણ પ્રાપ્તિના માટે જગતમાં પાઠશાળા, કોલેજો, સોસાયટી, સમાજ, સંઘ, સંસ્થાઓ અને મંડળો વિગેરે બહુ બહુ યોજાયેલા જોવામાં આવે છે. જડ અને ચેતન એ બન્ને વસ્તુઓની જેમ સંસ્થાઓ વિદ્યમાન