________________
૨૭.
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૯-૧૦-૩૨ છે, તેમ તે બન્ને વસ્તુની પ્રાપ્તિને માટે આકાશ પાતાળ એક કરી મૂકવાની હામ ધરાવનારા નિરર્થક નામધારી અને સાર્થક સત્વશાળી માનવ-પુંગવો પણ અનેક વિદ્યમાન છે.
જ્યાં સુધી જડ અને ચેતન તે બન્ને વસ્તુઓની હંસ ક્ષીર નીર વત્ પરીક્ષા ન થાય ત્યાં સુધી જડમાં ચેતન અને ચેતનમાં જડનું આરોપણ કરીને કંઇક સ્વેચ્છાચારી સંસ્થાઓ અને તેને ઇચ્છાનારી પોષનારી વ્યક્તિઓ પણ આ જ જગતમાં વિદ્યમાન છે. આવા વિરાટ જગતમાંથી આત્માને સત્ય તત્વ મળવું ઘણુંએ દુર્લભ છે. ચેતનમાં જડ અને જડમાં ચેતનનું આરોપણ કરી ખીચડો બાફનારા બાળજીવો તો સુજ્ઞ જગતમાં ક્યારે સ્થાન પામશે એ એક કલ્પનાતીત વિષય છે. જેથી એને બાજુ ઉપર મૂકીને જે સંસ્થાઓ ફક્ત શારીરિક, આર્થિક, વૈજ્ઞાનિક, સામાજિક અને માનસિકાદિ અનેક આચરણાઓને જ સેવી એકાન્ત પૌગલિક એવા જડ ભાવનાને જ ઉત્તેજિત કરી રહી છે, અરે ! ભયંકર પાપોના ભોગે પણ વાહીમ જહેમત ઉઠાવી રહી છે. તે દરેક દરેક મંડળ, સમાજ, કે સંસ્થાથી કદાચને સમાજોન્નતિ ભલે થાય પણ અહીંયા પ્રશ્ન એ ઉદ્દભવે છે કે તેનાથી અનાદિ કાળના નર્ક નિગોદ અને ગર્ભાવાસના કારમા દુઃખોથી ત્રાયત્રાય પોકારી ગયેલા આ આત્માની (આત્મોન્નતિનું) ઉન્નતિનું શું!!!
તે વિચારવા કદીએ ધ્યાનમાં લેવાશે ખરું? ક્યાંથી વિચારાય ! જે કોલેજો અને સંસ્થાઓ “પુદગલભાવ” અથવા તો અપર નામ કહીએ તો જડ ભાવને જ જમાવતી હોય અને પાપને જ પોષતી હોય ત્યાં આત્માભાવની તો વાત જ શી!! આત્મલક્ષી ભૂત આત્માઓએ અત્રે ખાસ વિચારવા જેવું છે કે પુદગલની મમતા દૂર કરનારા મહાત્માઓને શરણે જવાની ભાવનાવાળા ભયભીરૂ-આત્માઓ તો આવા ભયંકર ભવાટવીમાં ભટકનારા ભંડોળોના ભડકાથી તો ભયભીત જ રહે !! કારણ ખુલ્લું જ છે કે આત્મભાવવાળા આત્માઓ જડભાવને સ્પર્શે જ નહીં તો પોષે તો ક્યાંથી !!
અએવ સ્વાર્થ પરાયણ એવો જે ચેતન તે દુન્યવી દરેક પદાર્થોને વિષે નિશ્ચય જડતા જ માનતો હોવાથી પોતે પોતાના સ્વભાવમાં જ રમણ કરવાને માટે તેનાથી વેગળો જ રહે છે. એટલે કે જડની સાથે જડ બનતો નથી પણ આત્મા એકલો જડમાં રહ્યો છતાં પણ ચેતન રૂપે અલગ જ રહે છે. ( પુદ્ગલ એ જડ વસ્તુ છે અને આત્મા એ ચેતન છે. જેથી પુદગલમાં રહેલો આત્મા એ પણ પુદગલથી ભિન્ન જ છે તે બાબત અહીંયા સ્પષ્ટ થાય છે. આથી તત્યપ્રેમી આત્માઓએ પહેલામાં વહેલી તકે એ વિચારવું જરૂરનું છે કે સારાએ જગતભરમાં ચેતનને સ્વ સ્વભાવમાં