________________
૨૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૯-૧૦-૩૨ એકાન્ત દ્રઢીભૂત કરવાને માટે સર્જાયેલી અને એકાન્ત ધર્મનો જ વિકાસ કરનારી સંસ્થાઓ કેટલી છે, તેનું નિરીક્ષણ સંરક્ષણપૂર્વક કેમ થાય તે જ વિચારણીય છે !!
ધર્મ તે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ સ્વરૂપ ધર્મ છે અને તે આત્મા પોતે જ એ ધર્મમય છે, એ જ રત્નત્રયીમય સ્વરૂપ ધર્મને અને દાન-શીલ-તપ અને ભાવ રૂપ પ્રવૃત્તિ ધર્મને જ સર્વજ્ઞ મહારાજાઓએ પ્રરૂપેલો છે, એનો જ વિકાસ કરવો તે ધર્મનો વિકાસ છે. ધર્મનો વિકાસ તે જ આત્માનો વિકાસ છે. તેવો વિકાસ સ્થળે સ્થળે સહેલાઈથી થઈ શકે તેવી જ સંસ્થાઓની વૃદ્ધિને ઇચ્છ, પ્રગતિમય કાર્યવાહી સ્થાપે અને પોષે તથા એનો સુંદર ઢબે યેનકેન પ્રકારે વિકાસ કરે એ જ દરેક આત્મભાવી આત્માનું ચેતન ભાવને પ્રગટ કરતું મહાન અને ખુલ્લું કર્તવ્ય છે; તેનું કરણીય કાર્ય પણ તે જ છે, અને આદરણીય પણ તે જ છે.
અરે ! એટલું જ નહીં પણ કર્મવાદને માનનારા દરેકે દરેક આત્માનું પણ મનુષ્ય જન્મ પામ્યા બાદ કાંઈ પણ હોય તો તે આ એકનું એક જ પરમ કર્તવ્ય છે.
આવી સંસ્થાનું જીવન પણ સાધ્યને અવલંબીને રહેલું હોય છે. સાધ્યને પહોંચી વળવા માટે સંસ્થા જ્યારે પોતાના ઉદ્દેશાનુસાર નિયમાવલી ઘડે છે ત્યારે તે એટલી તો સાવચેત રહે છે કે તેના દરેકે દરેક નિયમમાં સાધ્યનું સંરક્ષણ લેશભર સંકોચ પામેલું હોતું નથી એટલે કે સંસ્થાનું સંરક્ષણ ઓતપ્રોત થયેલું હોય છે. જેમાં માનવ દેહની માલિકી ધરાવનારને જ મનુષ્ય કહી શકાય તેમ છતાં પણ માલિકી ધરાવનારા મરણ પામે ત્યારે તેનો મનુષ્ય દેહ તરીકે વ્યવહાર થઈ શકતો જ નથી બલકે તેને મુડદા તરીકે ઓળખાવાય છે તેમ અત્રે પણ સંસ્થારૂપ શરીરનો સાધ્ય સંરક્ષક સંચાલક શુદ્ધ સ્વરૂપે જીવતો હોય ત્યાં સુધી જ તે સંસ્થા સ્વ સ્વરૂપે જીવતી છતી થેય પુર:સર કાર્ય સાધી શકે છે. આપી શકે છે; પણ તેની ગેરહાજરીમાં અને બંધારણોની અવ્યવસ્થિતતાના પરિણામે સહાય તેવી ઉપકારી સંસ્થાઓ પણ જગતમાં શ્રાપરૂપ જ નીવડી છે નીવડે છે અને નીવડવાની જ છે. આ ઉપરથી ચૈતન્યવંતુ સંસ્થાઓના શુદ્ધ સંચાલકોને પણ સંસ્થાના ધ્યેયને અનુસરતી શુદ્ધિની પ્રથમમાં પ્રથમ જરૂરીયાત જ છે,અને સમગ્ર જૈન સમાજના આંતરિક આશીર્વાદરૂપ પિપાસાને અહર્નિશ તૃપ્ત કરવા માટે સંચાલકો સર્વદા સર્વથા પ્રકારે જવાબદાર છે !!!
ત્રક ઝક એક