________________
૨૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૯-૧૦-૩૨ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः “આગમોદ્ધારકની અમોઘદેશના” સર્વવિરતિ=કલ્યાણ, અવિરતિ પાપ, દેશવિરતિ–ઉભય (કલ્યાણ+ પાપ)
તેરાપંથીના પ્રશ્નોનું સમાધાન. શ્રાવક શ્રાવિકાની ગેરહાજરીમાં પણ સાધુપણાનો સ્વીકાર !! શ્રાવક શ્રાવિકાની હયાતિ હોય તો જ સાધુ થઈ શકે એમ માનનારાઓએ અતીર્થ
સિદ્ધનામના ભેદ-ઉપર હડતાળ મૂકવી પડશે !!! જમાના પ્રમાણેનું વર્તન એ ધર્મ નથી !
અનાદિ કાળનો ભૂકો દસ્તાવેજ છે! નોંધ : શાસન પ્રભાવક સકળ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદ સિદ્ધાંત-સુધા-સ્ત્રાવી આગમના અખંડ અભ્યાસી
આગમોધ્ધારક પૂજ્યપાદ શ્રી. આચાર્ય દેવેશ્ શ્રીમદ્ સાગરાનંદ સૂરીશ્વરજી, મહારાજજી પોતાના શિષ્ય પરિવાર સહિત અત્રે પધાર્યા હતા-નવપદની આરાધનાના નવે દિવસમાં એ તારક દેવશ્રી નવપદજી મહારાજના ક્રમસર આપેલાં વ્યાખ્યાનો રોચક, મનનીય તેમજ આરાધકોની આરાધનામાં અનેરો ઉત્સાહ ઉત્પન્ન કરનારા હોવાથી અત્રે પ્રગટ કરવા અતિ આવશ્યક છે. પાયધુની, શ્રી ગોડીજી પાર્શ્વનાથ મહારાજજીનો ઉપાશ્રય-મુંબઈ.
- તંત્રી શ્રી અરિહંત. મોક્ષની મહોલાત. __ श्लोकः- तत्थऽरिहंतेऽठारसदोसविमुक्के विसुद्धनाणमए ।
पयडियतत्ते नयसुरराये झाएह निच्चंपि ॥ २४ ॥ શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન્ રત્નશેખર સૂરીશ્વરજી મહારાજશ્રી ચરિત્રમાં મુખ્ય અનુષ્ઠાન તરીકે જે નવપદ ગણવામાં આવે છે, તેના સ્વરૂપને બતાવતાં જણાવે છે કે આ નવપદ જાણવા લાયક છે તેમજ આદરણીય પણ છે.
જૈન શાસનમાં ત્રણ પ્રકારની વસ્તુ હોય છે.(હેય, ય, ઉપાદેય.) તેમાંની કેટલીક જાણવા લાયક છે. જેમ ધર્માસ્તિકાયનું સ્વરૂપ કહ્યું તે આદરણીય ન કહેવાય, કારણ કે આત્માને ધર્માસ્તિકાયાદિ સાથે અંગત સંબંધ નથી, તેથી છાંડવાલાયક નથી, અને આત્મોપયોગી સુંદર સ્વરૂપવાનું નથી, તેથી તે