________________
3O
"
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૯-૧૦-૩૨ આદરણીય પણ નથી. વ્યવહારની અપેક્ષાએ પણ એ પદાર્થ માત્ર જાણવાલાયક તરીકે જ જૂદો પડે છે. નિશ્ચય નયની અપેક્ષાએ જાણવાલાયક કોઇ પદાર્થ જુદો નથી. ધર્માસ્તિકાયને આત્મા સાથે સંબંધ હોય છે, ન, હોય તો પણ તે આત્માને ઉપયોગી નહીં હોવાથી છોડવાલાયક ગણી લેવો.
વ્યવહારમાં છોડવાલાયક કોણ ?
* જે વસ્તુનો સંબંધ થયો હોય તે નિશ્ચય ન કરીને ભિન્ન સ્વભાવે છે. છોડવાલાયક તે હોય કે જે વસ્તુ કાં તો આત્મ સ્વભાવમાં નુકસાનકારક હોય કે ભિન્ન સ્વભાવમાં હોય. જેનાથી અનર્થની ઉત્પત્તિ થતી હોય તેને શાસ્ત્રકારો છોડવાલાયક જણાવે છે. ધર્માસ્તિકાય તરફથી આત્માને અનર્થની ઉત્પત્તિ થતી નથી, તેથી તે છોડવાલાયક ન ગણાય.
નિશ્ચય નયની અપેક્ષાએ પદાર્થ બે પ્રકારના હોય છે. (૧) આદરવાલાયક. (૨) છોડવાલાયક.
વ્યવહાર નયની અપેક્ષાએ ત્રણ પ્રકારે હોવાથી જાણવાલાયક પણ હોય છે.
આત્મા જાણવાલાયક પદાર્થ સામાન્યથી જાણે છે. જાણવાલાયક પદાર્થ તે પણ જાણવાલાયક છે. તેમજ છોડવાલાયક અને આદરવાલાયક એ બન્ને પણ જાણવા લાયક છે.
કેટલાક એમ પણ કહે છે કે આ ત્રણ વિભાગ પણ વ્યાજબી નથી. (૧) છોડવાલાયકમાં પણ શેયપણું રહેલું છે, (૨) આદરવાલાયકમાં પણ શેયપણું રહેલું છે, અને જાણવાલાયકમાં તો શેયપણુ છે. “છેલંતંતમાકે” જે કલ્યાણકારી હોય તે જાણીને આચરે. “सोच्चाजाणइकल्लाणंसोच्चाजाणइपावर्ग".
શંકા-કલ્યાણ=સર્વ વિરતિ કેમ લેવાય? (દશવૈકાલિકમાં) કલ્યાણ શબ્દ કહ્યો છે, પણ વિરતિ અગર સર્વવિરતિ કંઈ પણ કહ્યું નથી. કલ્યાણ શબ્દમાં પુણ્ય, મોક્ષ, નિર્જરા, નો સમાવેશ થાય છે. છતાં કલ્યાણ શબ્દથી અહિં સર્વવિરતિ લેવી તેનું કારણ શું? ત્રીજા પદમાં શäભવસૂરીશ્વરજી ફરમાવે છે કે “મર્યાપિ ગાડું સોળા” બંને એક સ્વરૂપે પણ હોય, એટલે બે મળી એક પદાર્થ પણ બને; અને તેથી પુણ્યની વ્યાખ્યા શ્રવણ કરે તે પુણ્યને જાણે અને પાપની વ્યાખ્યા શ્રવણ કરે તે પાપને જાણે એમ કેમ નહીં ?
કર્મની “૧૫૮” પ્રકૃતિમાં પણ પુણ્ય પાપ નામનું કર્મ નથી.
વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, એ ઉભયરૂપ છે; એટલે શુભ પણ હોય અને અશુભ પણ હોય, પરંતુ શુભ સ્વરૂપ તે પુણ્યરૂપે હોય, અને અશુભ સ્વરૂપ તે પાપરૂપે હોય, તેમજ વર્ણાદિ અને ગતિ શુભ અશુભ રૂપ બે પ્રકારે છે, વર્ણમાં સારો અને ખરાબ વર્ણ હોય તેમ ગંધાદિક પણ લેવા. સારી ગતિ હોય અને ખરાબ પણ ગતિ હોય, વિગેરે કર્મો ઉભયરૂપ માનવા પડે છે. તે જાણવા માટે “મર્યાપિ નાઈફ સીવ્યા” કહેલું હોવું જોઈએ?