________________
,
,
,
,
૩૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૯-૧૦-૩૨ સમાધાન-ના, તેમ નથી. જે શુભ વર્ણ તે પુણ્યરૂપ, અને અશુભ વર્ણ તે પાપરૂપ, શુભ આનુપૂર્તિ તે પુણ્યરૂપ; અને અશુભ આનુપૂર્વિ પાપરૂપ છે, માટે કોઈ પણ કર્મ ઉભય સ્વભાવનું નથી, જો કર્મ ઉભય સ્વભાવનું માનીએ તો આત્મ પરિણામ પણ ઉભય સ્વરૂપ માનવું પડશે.
કર્મના બંધનનો આધાર પરિણામ ઉપર છે. પરિણામ ઉભયસ્વરૂપ માનીએ તો બંધ પણ ઉભય સ્વરૂપ માનવો પડે; શાસ્ત્રકારો પરિણામને ઉભય સ્વરૂપ માનતા નથી. તેથી કોઈ પણ કર્મપુણ્ય અને પાપ ઉભયથી મિશ્રિત થતું જ નથી.
શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ દશવૈકાલિકની ટીકામાં “વન્યા”= એટલે સર્વ વિરતિ પ્રતિપાદન કરેલું છે. આ ઉપરથી કલ્યાણ=સર્વ વિરતિ, પાપ=અવિરતિ, ઉભય=દેશવિરતિ.
દેશવિરતિમાં અને સ્વભાવ છે, સ્થળ પ્રાણાતિપાતાદિક અણુવ્રતોથી વિરમવું તે કલ્યાણરૂપ અહિંસા, અને બીજું હિંસા રૂપ પાપ એમ ઉભયસ્વરૂપવાળી એ દેશવિરતિ છે.
આ ઉપરથી એક વાત નક્કી કરી કે સર્વ વિરતિ જેવો પદાર્થ પણ જાણ્યા પછી જ આદરી શકાય છે, તેથી સર્વ વિરતિ શેય છે, અવિરતિ ત્યાગ કરાય છે તે પણ જોય છે, અને દેશવિરતિ પણ જાણીને આદરી શકાય તેથી તે પણ શેય છે.
અહીંયા એ શંકા સહેજે થશે કે જગતમાં જોય ન હોય તેવો કોઈ પણ પદાર્થ, આદરવાલાયક કે છોડવાલાયક છે જ નહીં !!
તો પછી પદાર્થની ત્રણ વિભાગમાં વહેંચણી કેમ હોઈ શકે? પદાર્થ માત્ર શેય છે, એક પણ પદાર્થ શેયની બહાર હોતો નથી.
બૌદ્ધમતમાં પદાર્થોને બે વિભાગમાં વહેંચેલ છે (૧) શેય, અને (૨) અશેય.
બૌદ્ધમતાનુયાયીઓ એવું માને છે કે અમારે સર્વજ્ઞ અને સર્વદર્શીની જરૂર નથી “સર્વ પથંતુ વા, મ”.
સર્વ પદાર્થ દેખો ચાહે ન દેખો; પણ જેને જે ઈષ્ટ હોય તેને દ્રષ્ટિ પથમાં લેવા માટે ભગવાન જ હોવો જોઈએ આવી તેઓની માન્યતા છે; પરંતુ એ માન્યતા અસ્થાને છે. श्लोकः सर्वं पश्यतु वा मा वा तत्त्वमिष्टं तु पश्यतु ॥
कीटसंख्यापरिज्ञानं तस्य नः कोपयुज्यते ॥1॥ दूरं पश्यतु वा मा वा तत्त्वमिष्टं तु पश्यतु ॥
प्रमाणं दूरदर्शी चेदेतान् गृध्रानुपास्महे ॥ 2 ॥ આ ઉપરના બને શ્લોકમાં બૌદ્ધ માન્યતા સ્પષ્ટ થાય છે. એક દરમાં રહેલી કીડીઓની સંખ્યા જાણવી અગર ન જાણવી તેમાં અમારે શો ફાયદો ! અને શું નુકશાન ! જે વખત જયણાનું કામ પડશે ત્યારે તે ઈષ્ટ થશે, એટલે જાણવાનું થશે. જેમ જેમ વધારે દેખે તેમ તેમ તે વધારે પ્રમાણ; એમ કહેશો તો “ગીધ પક્ષી બહુ દૂરથી દેખી શકે છે” માટે પહેલી સેવા તે ગીધની કરવી જોઈએ;