________________
૩૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૯-૧૦-૩૨ આવું માનવાવાળા બૌદ્ધમતવાદીઓ તો પદાર્થનો વિભાગ કરી શકે કે કેટલાક પદાર્થો શેય અને કેટલાક અશેય છે. વસ્તુતઃ આપણાથી (જૈન દર્શનની માન્યતાવાળાથી) તે વિભાગ થઈ શકે જ નહીં કારણ કે આપણે તો સર્વજ્ઞને આત્મજ્ઞાન સ્વરૂપ માનીએ છીએ; તેનો સ્વભાવ છે કે તે જ્ઞાનનો પ્રકાશ
કરે.
યથાઃ દીપક એ દીવેલ, દીવેટ અને કોડિયાને જ જણાવે છે. છતાં દીપકના પ્રકાશમાં જે વસ્તુ આવે તે સર્વ વસ્તુનો ખ્યાલ કરાવે. '
પ્રકાશનો સ્વભાવ એ છે કે પોતાને ઉપયોગી હોય કે અનુપયોગી હોય, અનુકુળ હોય કે પ્રતિકુળ હોય, તો પણ “દીપક” પોતાનો પ્રકાશિત સ્વભાવ છોડતો નથી. આપણે પણ જોઈએ છીએ કે જેની દ્રષ્ટિ ચોખ્ખી હોય તેને પણ તે વસ્તુ ઈષ્ટ હોય કે અનિષ્ટ હોય, તો પણ જેની ઉપર નજર ગઈ તે વસ્તુ જરૂર દેખાય. તેવી રીતે આત્મા-એ જ્ઞાન સ્વરૂપ છે તેથી સમસ્ત બ્રેય પદાર્થો તેના વડે જ્ઞાન ગોચર થાય જ છે.
ઈષ્ટને દેખવું અને અનિષ્ટને ન દેખવું તેવું આત્મ જ્ઞાન હોતું જ નથી, તે તો દરેકે દરેક પદાર્થને દેખાડે જ છે. આ ઉપરથી સર્વજ્ઞપણું માનવું જ પડે કારણ કે દ્રષ્ટિ દ્રષ્ટિવાળાની મરજી જોઈને પ્રવર્તતી નથી, દીવો-દીવો કરનારની મરજી જોઈને પ્રવર્તતો નથી; તો પછી સર્વજ્ઞના જ્ઞાનમાં તમારી ઈચ્છાનો આધાર રહે એ બને જ શી રીતે ?
| સર્વશનું જ્ઞાન બધા પદાર્થને વિષય કરે તો તે બધા પદાર્થોને શેય કહેવા જોઈએ, પણ પદાર્થ (૧) હેય (૨) શેય (૩) ઉપાદેય કેમ ?
નિશ્ચય નયની અપેક્ષાએ શેયપણું હેય અને ઉપાદેયમાં ગયું. તેથી હયાદિ ત્રણ વિભાગ રહ્યા નહીં. આપણે તો અત્રે નિશ્ચયની વાત બાજુ પર રાખી અત્રે વ્યવહાર દ્રષ્ટિથી ત્રણ વિભાગ પાડીએ છીએ.
જ્ઞાનના વિષયમાં અખિલ વિશ્વ છે. જે પદાર્થો આદરણીય છે તેને ઉપાદેય વિભાગમાં ગણ્યાં, જે હેય છે. તેને છોડવાલાયક તરીકે જણાવ્યા, અને જે બેમાંથી એકે ન હોય તેને શેય સમજવા. જાણવાપણું હેયાદિ ત્રણેમાં સરખું જ છે. જેમ સામાયિક ચારિત્ર પાંચે ચારિત્રમાં વ્યાપેલું છે, છેદોપસ્થાનીય, પરિવારવિશુદ્ધિ, સુમસંપરાય, અને યથાખ્યાત ચારિત્રમાં પણ સામાયિક ચારિત્ર છે. વસ્તુતઃ પાંચે ચારિત્રમાં સામાયિક એટલે સમતા ભાવ સર્વને કબુલ છે.
ઘરમાં તલવાર શા માટે ? જીવન મરણના સવાલમાં, શત્રુના પ્રસંગમાં ઘા કરવા માટે !
માબાપ, બાયડી છોકરા પર ઘા કરો કે નહિ ? ત્યારે તો કહેશો કે શત્રુ કે ચોર પર ઘા થાય ! તેમજ શત્રુ તરીકે જૈન શાસનમાં કુટીલ કર્મરાજા પ્રસિદ્ધ છે. સમતાભાવ એ સામાયિક છે. જે વિષય કષાયમાં તણાઈ જતા હતા અને રાગ દ્વેષના રંગરાગમાં રંગાઈ જતા હતા તેના માટે સમતા ભાવરૂપ સામાયિક અર્થાતુ “મોક્ષની મોહલાત છે.”