________________
૨૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૫-૧૦-૩૨
કહેવાય છે, અને તે ભાવ પચ્ચખાણને લાવનાર બને છે !! ૫૮ દ્રવ્યપચ્ચખાણ પણ ભાવ પચ્ચખાણની સ્થિતિ ભવિષ્યમાં ઊભી કરે છે !!! ૫૯ ગાઢ કર્મના ઉદયથી પતન થઈ જાય. તો તેટલા માત્રથી જીવ ધર્મને નાલાયક બની શકતો
નથી. ૬૦ અધ્યવસાયની ચળવિચળતાને લીધે ધર્મને માદળ નહીં થવું એ વાત અશાસ્ત્રીય છે. ૬૨ એક જ જન્મના ચારિત્રમાં ચડતા પરિણામો અને પડતા પરિણામોનું કાર્ય સેંકડો વખત થાય છે. ૬૩ કેવળી સિવાય ચારિત્ર ગ્રહણ કરનારના પરિણામ એકસરખા જ રહે તે બનવું અસંભવિત છે. ૬૪. દીક્ષિતની અવસ્થાની ઉત્કૃષ્ટતાનું પ્રતિપાદન દીક્ષાના પરિણામ વધુ ન થાય, અગર
વધારવા પ્રયત્ન ન કરવો તે માટે નથી, પણ થયેલ અવસ્થાથી લેશભર અલગા ન ખસતાં
મજબુતીથી તેમાં વધવાનું બને તેની જાહેર ચેતવણી છે !! ૬૫ હીંચોળાની માફક ઝોલાં ખાતાં પરિણામને ટકાવવા માટે દીક્ષાની ઉત્તમ અવસ્થા વારંવાર
સમજાવાય છે!! ક્ષાયોપથમિક ભાવ આવ્યા વગર પ્રથમથી જ ક્ષાયિક (શાશ્વત) ભાવ પ્રાપ્ત થઈ જાય, એ
સંભવિત નથી. એટલું જ નહીં પણ અશાસ્ત્રીય છે. ૬ ૭ ક્ષાયોપથમિકભાવને પામ્યા પછી પડે નહીં અને સીધા ક્ષાયિકભાવને પામે એવા જીવો માત્ર
કોઈક જ છે. ૬૮ ક્ષાયોપથમિક ભાવને પામીને પડી ગયેલા અનંત-અસંખ્યાત કે સંખ્યાત કાલ સુધી રખડે છે. ૬૯ અનંત-અસંખ્યાત અને સંખ્યાની ગણતરી સમજવા માટે આજના વ્યવહારિક કાર્ય માટે
વપરાતા આજના ગણિત કામ લાગે તેમ નથી. ૭૦ ભવિષ્યમાં પડવાની સંભાવના લાગે તેટલા માત્રથી વ્રતનિયમો કરવા નહીં એવી માન્યતાવાળાને
તો ધર્મ પ્રાપ્ત થઈ શકે નહીં. ૭૧ મહાવ્રતધારી સાધુઓ ધર્મજીવોની સગવડ ખાતર તેમજ પોતાના આત્માને પાપથી બચાવવા
માટે સાધુપણાનો વેષ ધારણ કરે છે. ૭૨ વકીલ, ડોક્ટર, અને બેરિસ્ટરો પોતાના ધંધાની જાહેરાત માટે ઠામ ઠામ બોર્ડ લગાવે છે તેવી
રીતે સાધુનો વેષ એ ધર્મ ધંધાની જાહેર ખબર છે !!! ૭૩ આત્માનું ખરું ધન ધર્મ છે માટે ધર્મ ધનની સલાહ માટે સાધુ પાસે જાઓ? ૭૪ પતન પરિણામમાં પણ પવિત્ર બનાવવાનું કામ સાધુ વેષ કરે છે. ૭૫ પ્રસન્નચંદ્ર રાજર્ષિનું પતન અને પંચમજ્ઞાનની પ્રાપ્તિનો પ્રસંગ તે ધ્યાનમાં લો !! ૭૬ જે પરિણામથી સાધુપણું લેવામાં આવે છે તે પરિણામને હંમેશાં નિભાવી રાખવા જરૂરી છે !! ૭૭ દીક્ષા લેતી વખતે દરેક મનુષ્યને નિયમાં ઉચ્ચભાવ આવી જાય છે !! ૭૮ મસ્તક પર હાથ ફેરવતાં સાતમીનરકના દળીઆ ખસેડવાની તાકાત સાધુ આચારથી છે કે જે સાધુવેષની સર્વોત્કૃષ્ટતા જગતભરના બીજા કોઈ વેષમાં નથી.
1 2