________________
૨૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૫-૧૦-૩૨
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
“આગમોદ્વારકની અમોઘ દેશના”
હાથમાં કળશ-હૈયામાં હોળી !
વીતરાગ વિશેષણની સાર્થકતા !! (નોંધ : શ્રી મુંબઈ જૈન યુવક મંડળ પત્રિકાના ગતાંકથી ચાલુ) શાસ્ત્રકારોએ જે જીવોને યોગ્ય જણાવ્યા છે તે યોગ્ય આત્મા અને અયોગ્ય આત્માને અંગે પદ્ધતિ પણ
જણાવી કે માલમ પડે તો દીક્ષા દેવી નહીં, સોની દુઃખગર્ભિત ચોખ્ખો હાથમાં
માલમ પડ્યો, અને શ્રેણિકને માનવાનું કારણ પણ મળ્યું. સોનીને કળશ-હૈયામાં હોળી સાચો વૈરાગ્ય હોત તો બારણાં બંધ કરવાનું કારણ શું ? માટે આ
વેષને બહાને જ મારી સજામાંથી મુક્ત થવા ઈચ્છે છે, એવું શ્રેણિક વિચારે છે ! અને અંતે સાધુ માની છોડ્યો. વૈરાગ્યના માર્ગે ચઢેલો આરાધવા લાયક છે. તેથી શ્રેણિકે છોડ્યો. બીજી બાજુ તમે રોજ
બોલો છો કે મોક્ષમાં શું સમજે? એક શ્રાવકને ઘેર છોકરો મરે અને કસાઈના ઘેર મરે તેમાં ફરક કેમ માનો છો ? બંને અણસમજુ છે, અજાણપણે પણ દેશ (અંશ) થકી પાપની પ્રવૃત્તિ ન થઈ તેથી સગતિ માની. જો અજાણપણે સર્વથા પાપ પ્રવૃત્તિ રોકાય તે સદ્ગતિ કેમ નહીં? પાપ કર્યું, દુર્ગતિએ લઈ જાય કે વગર કર્યું લઈ જાય અને અજાણ્યા દુર્ગતિ ન જાય તેવો સિદ્ધાંત કરી શકો છો? વગર જાણ્યા સ્ત્રીગમન કરે તો રંડીબાજ ન ગણાય ? કારણ અજાણ્યો માણસ ઉન્માર્ગે જાય તો લાયક ન ગણાય. અજ્ઞાનતા એ બચાવ નથી હવે ઊલટું વિચારીએ.
વિરુદ્ધ ઈચ્છાથી પણ ફાયદો થાય છે. જેમકે ઈચ્છા ઘર માંડવાની અને સંજોગમાં ફસાયો એટલે બ્રહ્મચર્ય પાળવાનું થયું; હવે સદ્ગતિ થાય કે નહીં ? જ્યારે વિરુદ્ધ ઈચ્છાએ સત્કાર્ય કરે તો સદ્ગતિ થાય તો પાપનો પરિહાર કરે તેને અજ્ઞાની કેમ કહેવાય ? જેને શાસ્ત્ર પર લક્ષ્ય હોય તો પાપના પરિહારમાં સમજ જોઈએ એવું એ બોલે કેમ !! નાટક, ચેટક, હિંસા, જાઠ વિગેરે છોડ્યા એ જ બસ છે. સ્ત્રીના ટોળામાં નાનો સાધુ કોઈ ગયો ? ના, જી. (સભામાંથી) અજ્ઞાન છે ને? એ વસ્તુ ન કરાય તેમ બધા સમજે છે.
કેવળ દીક્ષાને વગોવવાના આ રસ્તા છે. આવી રીતે અજ્ઞાનતાથી, વિરુદ્ધ ઈચ્છાથી, વગર ઈચ્છાથી કરેલો વિવિધ ત્યાગ, અંદર ઈચ્છા હોવા છતાં પણ અભવ્ય જીવોએ સાધુપણું લીધું અને પાળ્યું. દેવલોક, રાજ્ય વિગેરે મેળવ્યું !!!
| વિચારો કે એ દેવલોકે કેમ ગયા?
પચ્ચખાણ છતાં પચ્ચખાણ વિરુદ્ધ ઈચ્છા છતાં સદ્ગતિ પામે. અભવ્યને તિવિહે તિવિહેણે પચ્ચખાણ છે, અને તે દેવલોકની રિદ્ધિ સમૃદ્ધિ માટે કરે છે. હાથમાં કળશ અને