________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૫-૧૦-૩૨ રાગ સ્નેહથી ભરપુર હતો અને તેથી જ કેવળજ્ઞાન પ્રગટ થયું નહીં. વર્તમાન જાણવા માટે સર્વજ્ઞ કથનને હરદમ સાંભળનારા પ્રતિભાસંપન્નશાળી ગણધર
ગુલ્ફિત આગમ તરફ નજર કરો !! ૩૭ દૂષમ કાળના દોષે કરીને દૂષિત થયેલા અમારા જેવા જીવોને જિનાગમ ન હોત તો અમારું
શું થાત !! ૩૮ લાંબા કાળ સુધી આત્મહિત પ્રવર્તન ગુરુત્વને આધારે જ છે. '૩૯ ગુરુત્વના વિચ્છેદની સાથે ધર્મ તત્વનો વિચ્છેદ થશે !! ૪૦ નિગ્રંથ સાધુઓની ગેરહાજરીમાં ધર્મનો ધ્વંસ થાય છે !!! ૪૧ શાસ્ત્રકારોએ શ્રદ્ધા અને દેશનાનું ફળ વિરતિ માનેલું છે, તેમાં પણ તીર્થંકરની આદ્યદેશનાનું
ફળ સર્વવિરતિ રૂપ દીક્ષા મનાયેલી છે અને તેથી શ્રી વીર પ્રભુની દીક્ષા વગરની આદ્ય
દેશનાને અફળ દેશના ગણી. ૪૨ પાંચમા આરાના છેડે સાધુનો વિચ્છેદ થશે અને તેજ દિવસે તીર્થનો વિચ્છેદ થશે, માટે
શ્રમણોપાસક શબ્દને સફળ કરતાં શીખો !! ૪૩ શાસનની ઉત્પત્તિ, વૃદ્ધિ, અને આબાદિ સાધુઓથી જ થાય છે; તે વગર તીર્થ પણ સ્થપાતું
નથી! ૪૪ શ્રમણોપાસકપણું મહાવ્રતધર મુનિઓ વગર સફળ કરી શકાતું નથી !!! ૪૫ સાધુઓને મોક્ષ સિવાયની સાધ્યતા રાખવાનો સર્વથા નિષેધ કરેલો છે. ૪૬ મોક્ષનો ઉદ્દેશ ચૂકીને અલૌકિક ઉદેશ કરનારને પ્રભુ શાસનમાં સાચું સાધુપણું હોતું જ નથી !! ૪૭ પ્રાયઃનિષ્કષાય જેવું, શુલેશ્યાના પરિણામવાળું, નવરૈવેયક લઈ જનારું, વિરાધના વગરનું
ચારિત્ર જો મોક્ષના સાધ્ય બિંદુથી ખસેલું હોય તો તે પણ આત્મ લાભની અપેક્ષાએ નિરર્થક છે!! ૪૮ જૈન શાસનની સીડી પર ચડેલો મનુષ્ય મોક્ષ સિવાય બીજી સાથતા રાખવાવાળો હોય જ નહીં! ૪૯ જગતમાં અર્થ કામની ઈચ્છારૂપ આગને પ્રદીપ્ત કરનાર સાધનો ઠામ ઠામ જડશે, પણ તેને
ઓલવવાના સાધનરૂપ જૈન આગમ અને સત્યોપદેણ તરણતારણ ગુરુવર્યો મળવા
મુશ્કેલ છે. ૫૦ ઈહલોક, પરલોકના લાલચુ સાધુઓ મોક્ષને સાધ્યમાં રાખતા નથી, માત્ર જૈન સંઘની
માનપૂજાની ખાતર સંઘને મોક્ષ માર્ગ જ બતાવે છે. ૫૧ વેશ વગરના કેવળજ્ઞાનીઓ વંદ્ય નથી. ૫૨ કેવળજ્ઞાન થયાં છતાં પણ શાસનને દ્રવ્યવેષની પ્રાધાન્યતા છે. પ૩ કોર્ટમાં બેરિસ્ટર સંબંધી જ્ઞાન અને ઝભલ્મો બે હોય તેને ધારાશાસ્ત્રી તરીકે હિમાયત કરવાનો હક
છે તેવી રીતે સાધુનો વેષ અને સાધુ સંબંધી જ્ઞાન (જધન્યથી અષ્ટપ્રવચનમાતા) હોવું જોઈએ. ૫૪ અગુરુને ગુરુ માનવા એ પણ મિથ્યાત્વ છે. પપ પંચ મહાવ્રતાદિક ગુણોરહિત સાધુવેષને ધારણ કરનારા વસ્તુતઃ સાધુપદમાં નથી. પ૬ અંતમુહુર્ત કાલ જેટલી વાસ્તવિક ધર્મ બુદ્ધિ જેને થઈ છે તે પાછળથી ચાહે તેવો અધમ થાય
તો પણ તે અર્ધપુગલ પરાવર્તમાં જરૂર મોક્ષે જાય છે. છે! ૫૭ મોક્ષ માટે લીધેલ ચારિત્ર અગર વ્રતનિયમ કર્મઉદયથી ખંડિત થાય તો પણ તે દ્રવ્ય ચારિત્ર