________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૫-૧૦-૩૨
સુધા-સાગર
(નોંધઃ- સકલ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારક Y પૂ.શ્રી આચાર્યદેવેશ શ્રીમદ્ભાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમ દેશનામાંથી કેટલાક ઉષ્કૃત કરેલ સુધા સમાન : જે વાક્ય બિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અને અપાય છે. તંત્રી.) જે
૩૧ શાસ્ત્રોનું વિદ્યમાનપણું હોવાથી અમે સનાથ છીએ !!! ૩૨ આગમના અત્યંત આદર વગર ત્રણ તત્વની આરાધના અખંડ રહી શકતી નથી !! ૩૩ તીર્થકર, કેવળી, ગણધર, અને વિશિષ્ટ જ્ઞાનીના વિરહ કાળમાં વીર વચન અવલંબન
ભૂત છે!! ૩૪ જે પૂર્વાપરના વિરોધ રહિત પ્રરૂપણાવાળા હોય, કૃષ્ટ અને ઈષ્ટથી અબાધિત પદાર્થ
કહેનાર હોય, નિર્વાણ રૂપ પરમાર્થને પ્રતિપાદન કરનારી હોય, હિંસાદિકના પરિહાર માટે સ્થાન સ્થાન પર તેને નિષેધ કરનાર વાક્યો જેમાં હોય, આત્મ કલ્યાણમાં અનેક પ્રકારે કર્તવ્યતાઓ કથન કરેલી હોય, તેવી સ્યાદ્વાદશૈલીથી રચાયેલાં શાસ્ત્રો જૈનત્વના
જીવન રૂપ છે !!! ૩૫ કર્મથી જુદું પડવું, કર્મથી રખડવું, કર્મનું વેદવું, કર્મનો ક્ષય કરી અવ્યાબાધ પદ મેળવવું,
પોતાના સ્વસ્વરૂપમાં રહેવું, તે બધું બાહ્ય ઈદ્રિયોથી દેખી શકાય તેમ નથી તે બધાં દેખવા
માટે આગમ અરીસાની જરૂર છે !!! ૩૬ દ્રશ્ય અને અદ્રશ્ય, રૂપ અને અરૂપી, સૂક્ષ્મ અને બાદર, નજીક અને દૂર, ભૂત, ભાવિ અને
સમાધાન- નહીં, જો ગુણાનુરાગ માનીએ તો કેવળજ્ઞાન અટકે નહીં, તેમજ ગુણાનુરાગને
શાસ્ત્રકારોએ પ્રશસ્ત રાગ કહેલ છે, અને તેની વ્યાખ્યા કરતાં પ્રતિપાદન કરેલું છે કે જે પ્રશસ્તરાગ રહ્યા છતાં કર્મની નિર્જરા કરે અને કર્મ નિર્જરી જતાં તે રાગ ચાલ્યો જાય, તેને કાઢવા માટે જરાપણ મહેનત ઉઠાવવી પડે નહીં. જેમ મળ બાઝી ગયા પછી દીવેલ (એરંડીયું) અપાય છે, પણ મળ નીકળી ગયા પછી એરંડીયું કાઢવા માટે બીજી
દવા લેવી પડતી નથી. ૬૭ પ્રશ્ન- વ્યક્તિ મહાન હોય અને તે પ્રત્યે રાગ હોય તેથી કેવળજ્ઞાનાદિ ગુણ અટકે ? સમાધાન- હા, જરૂર અટકે કારણ કે તે રાગ પ્રાયઃ ગુણ પ્રત્યે તો રહી શકતો નથી પણ નેહરાગમાં
ચાલ્યો જાય છે. અગીયાર ગણધરનો ગુણાનુરાગ સરખો હતો, પણ ગૌતમસ્વામીજીનો