SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ શ્રી સિદ્ધચક્ર તા. ૧પ-૧૦-૩૨ આગળ બીજા દોષોની કિંમત નથી ૬૩ પ્રશ્ન- ઉસૂત્ર કથન અને ઉત્સુત્ર પ્રરૂપક એ બેમાં ફેર શો? એ બેમાંથી ઉસૂત્ર ભાષી તરીકે જાહેર કોને કરવો ? જાહેર કર્યા પછી ક્યારે ત્યાગ કરવા યોગ્ય ? સમાધાન- અનુપયોગથી, સહસાત્કારથી સહેજે શાસ્ત્ર વિરુદ્ધ બોલાઈ જાય પણ તે કથનની સત્યતા સમજાઈ જાય કે તુરત ક્ષમા યાચે, તે કથન પ્રચાર ન પામે તેના માટે બનતું કરે, અગર તે કથન સામે મોરચા ન માંડે તે ઉસૂત્ર કથન કહેવાય; અને શાસ્ત્ર વિરુદ્ધ બોલેલ કથનને જગતમાં પ્રવૃતિરૂપે દાખલ કરાવવા બનતો પ્રયાસ કરે; તેની (ઉસૂત્રકથન) આડે આવનારાં સત્ય પ્રરૂપકો સત્ય પ્રરૂપણા અને સત્ય પ્રરૂપણાના સાધન પ્રસંગોને જમીનદોસ્ત કરવા અનેકવિધ કાર્યવાહી ચાલુ રાખે તે ઉસૂત્ર પ્રરૂપક અને તેવાં ઉસૂત્ર પ્રરૂપકને ઉસૂત્ર ભાષી તરીકે બનતી ઉતાવળે જાહેર કરવો અને ત્યાગ કરાવવા માટે સર્વશક્તિ વાપરવી જોઈએ !!! - ૬૪ પ્રશ્ન- સુંદર પુષ્પોથી પૂજા કરવી તે બરાબર છે, પણ તેની પાંખડીઓને ચૂંટવી તેથી વનસ્પતિકાય દુભાય છે અને તેથી મનમાં એકેન્દ્રિય જીવને દુઃખ થાય છે આટલી બધી ' કિલામણા કરવાની પ્રવૃતિ શાસ્ત્રમાં હશે એવી વિચારણા આવે તેનું શું ? - સમાધાન- પરમારાધ્ય-પૂજા પ્રસંગે આ વિચાર આવે છે પણ સંસારની સમગ્ર પ્રવૃતિમાં છ કાયની હિંસા ડગલે પગલે થયા કરે છે પણ તે સંબંધી મહાનુભાવ ! લેશભર વિચાર કેમ આવતો નથી !!! એકેન્દ્રિયની કિલામણા કદર્થના અને હિંસાથી હૃદય ક્ષોભ પામે તેને જરૂર સર્વ વિરતિ અંગીકાર કરવી જોઈએ. વિ. પ્રભુચરણે ચડેલ એકેન્દ્રિયો પોતાના એકેન્દ્રિય ભવની સાર્થકતા તે પૂજા પ્રસંગે આપણી દ્વારાએ કરી શકે છે પણ સ્વરૂપ હિંસાના બહાના તળે પરમારાથું પૂજા ત્યાગ કરવી તે અનુચિત છે એ પૂજા પ્રસંગની હિંસા તે વાસ્તવિક હિંસા નથી. ૬૫ પ્રશ્ન- સંસાર પ્રવૃતિમાં આસક્તિવાળાને સમ્યકત્વ હોય કે અશક્તિવાળાને હોય ?' સમાધાન- બંનેને સંભવી શકે, મોક્ષ સુખસાધ્ય છે એવા સાધ્યવાળો કોઈપણ જીવ જાય તો આસક્તિવાળો અગર અશક્તિવાળો હોય તો પણ બંનેને સમ્યકત્વ હોઈ શકે ? અશક્તિ પુરસ્સરની પ્રવૃતિ અને આશક્તિ પુરસ્સરની પ્રવૃતિએ ચારિત્રના પ્રસંગમાં વધુ ઓછા લાભ તરફ ઢળી જનારા પ્રસંગો છે અને કર્મબંધનું ઓછાવત્તાપણું તે પ્રસંગમાં જરૂર સંભવશે પણ સંસાર પ્રવૃતિમાં મસ્ત બનેલ સમ્યકત્વધારી ભવ્યાત્મા અને તભવમોક્ષગામી ચારજ્ઞાનના ઘણી ગણધર ભગવંત બંનેનો વિવેક (સમ્યકત્વ) એક સરખો હોય છે. ૬૬ પ્રશ્ન- ગૌતમસ્વામીજીની પ્રભુ પ્રત્યેનો રાગ ગુણાનુરાગ ખરો કે નહીં ?
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy