________________
૧૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૫-૧૦-૩૨ ધર્મબિંદુમાં છ માસની પરીક્ષાનું જે લખેલું છે તે માત્ર સૂચના રૂપ છે. અર્થાત્ છ માસ પછી જ દીક્ષા દેવાય એવું ધ્વનિત પણ થતું નથી. શ્રી પંચવસ્તુમાં દીક્ષા દીધા પછી જ સામાયિક આપવાનું છે, અને તે આવશ્યકનું પહેલું અધ્યયન છે. આવશ્યક પર શ" પછી દશવૈકાલિકના યોગ છે, ચોથું અધ્યયન સૂત્રાર્થ થયા પછી જ ગોચરી-ઈંડિલાદિ વિગેરેથી પરીક્ષા કરવાની છે, અને તે પરીક્ષા દીક્ષા લીધા પછી જ હોય છે. પંચવસ્તુમાં સાધુની ચર્યા વિગેરે દેખાડવા દ્વારા એ પરીક્ષા કરવાનું જણાવ્યું છે, અને તેથી દીક્ષા પછીથી જ પરીક્ષા નક્કી થાય છે. છ માસની પરીક્ષા દીક્ષાની યોગ્યતા માટેની નથી પણ આચારમાં તૈયાર થયો અને શ્રદ્ધાવાળો થયો તેની પરીક્ષા છે. દીક્ષાની પરીક્ષા માટે તો તું કોણ છે? ક્યાંનો રહેવાવાળો છે? શા માટે દીક્ષા લે છે? એ વિગેરે સવાલોના જવાબ ઉપરથી પરીક્ષા કરવાની છે. આટલા જ માટે ધર્મબિંદુ
જુઓ. ૪૮ પ્રશ્ન- શિક્ષાવ્રતો પર્વ સિવાય ન હોય? સમાધાન- પર્વને દિવસે હોય અને પર્વ સિવાયના દિવસે પણ હોઈ શકે. જુઓ આવશ્યક સૂત્ર
તથા શ્રી સૂત્રકૃતાંગ. ૪૯ પ્રશ્ન- વિરોધી સાથે કેવું વર્તન રાખવું? પ્રસંગોપાત તે વિરોધીનો બચાવ અગર તેને મદદ
કરવી તે શું કર્તવ્ય છે ? સમાધાન- ખૂન કરનાર માણસને સરકાર ખૂની તરીકે જાહેર કરી તુરત ફાંસીને માંચડે લટકાવતી નથી,
પણ ખૂનીના જપોતે ફરિયાદી થાય છે અને તે ખૂનના બચાવ માટે પોતાનો સરકારી વકીલ રોકે છે. કાયદાને અનુસરીને તે ખૂની બચે તેવા અનેકાનેક પ્રકારો સરકાર જાહેર કરે છેવટે એકપણ બચાવ સરકારી વકીલ કરી ન શકે ત્યારે સરકાર જાહેર કરે કે જાહેર પ્રજાના જીવન અને તેના સર્વપ્રકારના જાનમાલના રક્ષણ માટે આ વ્યક્તિને ફાંસીની સજા ફરમાવવામાં આવે છે; તેવી રીતે વિરોધીના વિરોધ દેખીને પણ જૈન શાસન અને તેના અગ્રગણ્ય નેતાઓ આચાર્ય, ઉપાધ્યાય, સાધુઓ શાસ્ત્રોક્ત રીતિએ બચાવ થાય ત્યાં સુધી બચાવ કરે છેવટે તે વિરોધી વ્યક્તિ પર દ્વેષને લઈને વિરોધી, શાસનદ્રોહી, અધમ ન કહે, પણ જૈન ધર્મનું પરિપાલન કરનાર ચતુર્વિધ સંઘને આ જાહેર થયેલ વ્યક્તિની કાર્યવાહીઘણી ભયંકર છે, જેથી જેનશાસન અને જૈન શાસનની માન્યતાવાળા ચતુર્વિધ સંઘના શ્રેય માટે જ આ વ્યક્તિને શાસક દ્રોહી તરીકે ગણી શાસન (સંઘ)બાહ્ય કરવામાં આવે
છે, પ્રબળ પુરાવા વગર જજમેન્ટ આપવાનો હક્ક જૈન શાસનમાં નથી. ૫૦ પ્રશ્ન- નસીબ અને ઉદ્યમમાં ફેર શો ? સમાધાન- ભૂતકાળનો પ્રયત્ન-ઉદ્યમ તે વર્તમાનનું નસીબ-ભાગ્ય. અર્થાત્ આ ભવનો ઉદ્યમ તે જ
આવતા ભવનું ભાગ્ય આ વસ્તુ સમજવાથી ઉદ્યમ આપો આપ સમજી શકશો.
પ્રભુ શાસનમા ઉદ્યમની પ્રાયઃ પ્રાધાન્યતા છે !!! ૫૧ પ્રશ્ન- દ્રવ્ય પચ્ચખાણ એટલે શું? સમ્યફદ્રષ્ટિ કૃષ્ણાદિકને દ્રવ્ય પચ્ચખાણ હોય એમ શાસ્ત્રમાં
કીધું છે તો દ્રવ્ય પચ્ચખાણ કેવી રીતે ગણવા ?