________________
૧૭.
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૫-૧૦-૩૨
સસાધાન- અવિરતી વાસુદેવ વિગેરે દેવતા આરાધનાદિકને માટે જે અઠ્ઠમ વિગેરે કરે, તથા
દેવલોકમાં રહેલા નલિની ગુલ્મ વિમાનની ઈચ્છાથી અવંતિ સુકુમાલાદિકની પેઠે સાધુપણું પાળે તે બધું દ્રવ્ય પચ્ચખાણ કહી શકાય. સમ્યકત્વવાળાને આત્મકલ્યાણ માટે ત્યાગના પરિણામ હોય પણ સંયોગને આધિન બાહ્ય સામગ્રી માટે થયેલ વીર્યઉલ્લાસથી
કરાતા પચ્ચખાણ તે દ્રવ્ય પચ્ચખાણ કહી શકાય. . પર પ્રશ્ન- શ્રી અષ્ટકજીના મૂળની ટીકાની અંદર આવેલી “વવિર મહાજન' ગાથાની છાયા છે
તેનો અર્થ શો? સમાધાન- તેનો અર્થ એ છે કે જિનેશ્વર મહારાજનું ચૈત્ય તે સાધુઓને માટે કરેલું નથી તેમજ
જીનેશ્વર કલ્પાતીત હોવાથી તેમની ભક્તિ માટે કરેલું આધાકમ નથી; છતાં પણ તેમાં રહેવાનું વર્જવાવાળા સાધુઓએ તીર્થંકરની ભક્તિ કરી કહેવાય નહીંતર ઉત્કૃષ્ટી
આશાતના થાય. પ૩ પ્રશ્ન- સમ્યકત્વ પરિણામ અને ચારિત્ર પરિણામમાં ફેર શો? અને તે દ્રષ્ટાંતથી સમજાવશો? સમાધાન- આત્મ કલ્યાણ કરનારા અને આત્મકલ્યાણના સાધનો તરફ યથાસ્થિત પ્રતીતિપૂર્વકની
જે પ્રીતિ તે સમ્યકત્વ-પરિણામ. જેમ દેવતાના ગાયનને એક વખત પણ સાંભળનાર સંગીતનો રસિક મનુષ્ય તે તરફ આકર્ષાયેલ રહે; તેમ આત્મકલ્યાણના સાધનોને આદરવા કે આદરવામાં તત્પર થતાં જ પરિણામ તે ચારિત્ર પરિણામ જેમ દેવતાઈ
ગાયન શ્રવણ કરવામાં સામેલ થઈ જાય. ૫૪ પ્રશ્ન- શ્રાવક નાહ્યા વગર ગભારામાં વાસક્ષેપ પૂજા માટે જઈ શકે? સમાધાન- હા, વસ્ત્રો અને શરીર પવિત્ર હોય તો ગભારામાં પણ દુરથી વાસક્ષેપ પૂજા કરવામાં
અડચણ જણાતી નથી. પપ પ્રશ્ન- ચોમાસાની દીક્ષા માટે કયા શાસ્ત્રમાં વિધાન છે ? સમાધાન- ચોમાસાની દીક્ષાનો પાઠ નીશીથચૂર્ણ ઉદેશો ૧૧-ગા-૫૬૫. પ૬ પ્રશ્ન- અનંતકાયવાળા અનંતા સાથે ઉત્પન્ન થાય અને અવે કે અસંખ્યાતા બધા સાથે ભવ
પૂરો કરે કે જુદા કરે ? સમાધાન- બાદરકે સૂથમ નિગોદમાંથી દરેક સમયે તેનો અસંખ્યાતમો ભાગ અનંત જીવમય ઊપજે
છે અને ઔવે છે જુઓ. લોકપ્રકાશ. પ૭ પ્રશ્ન- શ્રાવકની આલોયણાનું સામાન્ય વિધાન કયા શાસ્ત્રમાં છે ? સમાધાન- શ્રાવકની આલોયણનો અધિકાર શ્રાદ્ધ જીત કલ્પમાં છે. ૫૮ પ્રશ્ન- માતૃ બે ઘડીએ સચિત્ત થાય તો બે ઘડી પહેલાં ફરી તેમાં માત કરે તો બીજી બે ઘડી ચાલે?