________________
૧૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૫-૧૦-૩૨
સમાધાન- દેવત્વ, ગુરુત્વ, ધર્મત્વ પ્રત્યે દ્વેષાદિ થાય તો મહામોહનીય બાંધે; સીધી કે આડકતરી
રીતે સગાં વહાલાં વિગેરેનો સંબંધ નથી તેવાઓ તો મહામોહનીય જ બાંધે બલકે
ગણધર હત્યાના પાપના ભાગીદાર થાય. ૪૨ પ્રશ્ન- પારસી-મુસલમાન-ઢેડ દીક્ષા લઈ શકે? અને લઈ શકે તો તમો તેમની સાથે સંબંધ
કેમ રાખતા નથી ? સમાધાન- હા, દીક્ષા લઈ શકે; પણ દીક્ષા લેવી અને આપવી તે વાત જુદી છે, તેમજ થયેલ
દીક્ષિતને ભેળવવો કે નહીં તે વ્યવહાર ઊચીતતાનો વિષય છે. જેની સાથે જાતિ આદિથી વ્યવહાર રાખવાનો નિષેધ છે તેવા દીક્ષિત થયા હોય તો તેણે પોતાની સાધન સામગ્રીની
જોગવાઈ કરી લેવી. ૪૩ પ્રશ્ન- છેદસૂત્ર એટલે શું? સમાધાન- અપરિણીત અને અતિ પરિણીતને છેદ એટલે બાદ કરીને પરિણીતની પરીક્ષા
કરીને એકાંતમાં દેવા યોગ્ય સૂત્ર તેનું નામ છેદ સૂત્ર. પરીક્ષાના વિધાનમાં ગુરુમહારાજ કહે કે કેરીઓ ખાવી છે, એવું સમુદાયમાં જણાવે ત્યારે તે વાતમાં અપરિણીતો ભળી જાય, અતિપરિણીતો ગુરુના સાધુપણામાં શંકિત થાય; પણ પરિણીત હોય તે પૂછે કે ભગવાન પ્રાસક કે અપ્રાસુક વિગેરે સમજણના પ્રશ્ન કરે, સમાધાન કરી વાંચનાને યોગ્ય જાણી સૂત્ર પ્રદાન કરે અથથી ઇતિ સુધીના આપત્તિ પ્રસંગે રક્ષણના ઉપાયો અને ઉત્સર્ગ અપવાદોથી ભરપૂર
તે છેદ સૂત્ર છે. ૪૪ પ્રશ્ન- નિગોદમાં રહેલો જીવ, સિદ્ધદશામાં રહેલ જીવ, એકંદ્રી જીવ, અગર પંચેઢી જીવ, અગર
તીર્થંકરદેવ જીવ. જીવત્વપણામાં તો સરખા છે છતાં પાપબંધમાં ઓછાવત્તાપણું કેમ માન્યું? સમાધાન- દરેકે દરેક જીવમાં જીવત્વપણું સરખું છે પરંતુ પુણ્ય શક્તિ અને સ્વપર આત્મશક્તિ
વિકાસના સાધન અને સામગ્રીના નાશને લીધે પાપ વિગેરેના બંધમાં ઓછાવત્તાપણું
માનેલ છે. ૪૫ પ્રશ્ન- ધર્મ કરવાનું કહો છો પણ મારે ભોગાવલીનો ઉદય છે એવો અમારો બચાવ રીતસરનો
છે ? ભાવિ બનવાનું હશે તે બનશે. એવું જ બોલાય છે તે વાજબી છે ? સમાધાન- ના, ભાવિભાવનો ભક્તો તે ગોશાળા પંથીઓ છે. એટલે ભાવિના ભરોસે બેસી રહેવાનું
નથી, પણ ઉદ્યમ કરવાનો છે. ૪૬ પ્રશ્ન- બળાત્કારથી દીક્ષા લેનારને રોકે, અને તોડાવે એ બંનેમાં પાપ શું ? સમાધાન- પ્રાયઃગણધર હત્યાનું પાપ, પણ રોકનાર અને તોડાવનાર તે દીક્ષિતનો સંબંધી હોવો
જોઈએ નહીં. ૪૭ પ્રશ્ન- ધર્મબિંદુમાં દીક્ષા માટે છ માસની પરીક્ષા રાખી છે તેનું શું ? સમાધાન- ધર્મબિંદુ અને પંચ વસ્તુ એ બંનેના રચયિતા ભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજી છે.