________________
૧૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૫-૧૦-૩૨
સમાધાન- હા, માન્યતાની મહોલાતોમાં મોજ માણનારાઓના જૈન શાસનમાં ડગલે અને પગલે
યશોગાન કરેલા છે. ત્રણ ખંડ પર સત્તા ચલાવવી સહેલી છે પણ નાત પર સત્તા ચલાવવી મુશ્કેલ છે. કદાચ નાત પર સત્તા ચલાવાય પણ કુટુંબ પર સત્તા ચલાવવી મુશ્કેલ છે, કદાચ કુટુંબ પર સત્તા ચાલી શકે પણ ઇંદ્રિયો પર સત્તા ચલાવવી મુશ્કેલ છે, કદાચ ઈદ્રિયો પર કાબૂ રાખે પણ મનનો કાબૂ રાખવો મુશ્કેલ છે, કદાચ મનનો જય કરી શકાય પણ આત્મા પર અંકુશ રાખવો તે તો અત્યંત મુશ્કેલ છે. જે વાસુદેવના મકાનમાં રાત દિવસ પુત્ર થાય તો ભગવાનને દઉં, પુત્રી થાય તો ભગવાનને દઉં એવા વિચારનું વાતાવરણ રહે છતાં સ્વયં ત્યાગ કરવા માટે જે વાસુદેવ પોતે લાચાર સ્થિતિમાં છે. તે વાસુદેવ પુત્રી અને પિતા તરીકેના સંબંધને તિલાંજલિ આપે છે, તે ફક્ત દુનિયાને દેખાડવા માત્રની નહીં પણ, હૃદયપૂર્વકથી દીક્ષા અપાવવી તે જેવી તેવી વાત નથી. અસત્ કલ્પનાએ વિચારો કે હું મારાં છોકરાં છોકરીને દીક્ષા માર્ગે મૂકી આવ્યો છું અને તે માર્ગે વાળવા હરકોઈ માટે હું મારું સર્વસ્વ સમર્પણ કરી રહ્યો છું એવું વિચારો તો પણ તમને ગંભીર ગહનતા માલમ પડશે. આવું સમજુપણું આવ્યા વગર પ્રભુ શાસનની યથાર્થ પ્રભાવના થતી નથી. બીજું ખસના દરદીને ચળ આવે તે વખતે ખણી નાંખે, લોહી નીકળે, અસહ્ય વેદના વેદ, ખણવું ખોટું ધારે, બીજા ખણતા હોય તેને રોકે, પોતાને વારે તો આંખો કાઢે. આ બધું કરે છતાં ખસની ખણજ અને તેથી ઉદ્ભવતા બધાં પ્રસંગોને હૃદયથી બુરા માને તેવી રીતે સમકત ધારી (સાચો સમજુ) શ્રાવક પણ સંસાર-સંસારીઓ, સંસારનો ઉદ્યમ સંસારની કાર્યવાહી આદિ બધું કરે પણ ખસની ખણજની જેમ તદન બુરી માને. અર્થાત્ ચારિત્ર મોહનીયના ઉદયથી સાચી
સમજણવાળો છતાં પણ વિરતી ન કરી શકે તે બનવા જોગ છે. ૩૮ પ્રશ્ન- ક્ષાયક સમ્યકત્વધારીઓ પોતાના પુત્રની દીક્ષામાં આડે આવે ? સમાધાન- હા; આવે તો આવી શકે એટલે આવે ખરાં અને ન પણ આવે. આડે આવવું તે ચારિત્ર
મોહનીયનો ઉદય છે; અને માન્યતા રાખવી દે દર્શન મોહનીયના ક્ષયનું કામ છે. ૩૯ પ્રશ્ન- સુંદરીને સ્ત્રી રત્ન બનાવવાની ઇચ્છાથી દીક્ષા લેતાં ભરત મહારાજે રોકી તે વખતે
સમ્યકત્વ ખરું કે નહીં ? સમાધાન- સમ્યકત્વ નથી એમ કહી શકાય નહીં. ૪૦ પ્રશ્ન- પોતાના છોકરાઓ અને પોતાની સ્ત્રીએ દીક્ષા લીધી છે, સ્ત્રી અને પુત્રના મોહને લીધે
બંને બળાત્કારથી તે ભાઈ ઘેર લાવે છે તો સમ્યકત્વ રહે કે જાય ? સમાધાન- સમ્યકત્વ જાય જ એમ કહેવાય નહીં. ૪૧ પ્રશ્ન- સૂયગડાંગમાં મહામોહનીય બાંધવાના ત્રીસ સ્થાનો છે તેનું શું ?