________________
૧૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧પ-૧૦-૩૨
-
,
,
,
,
,
,
,
,
,
,
,
,
•
• • • • • • •
• • • • • •
• • • •
• • • • • •
• • • •
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
સાગર સમાધાન
S
સમાધાનકાર- સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધા-સ્ત્રાવી આગમના અખંડઅભ્યાસી આગમોદ્ધારક
આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી. પ્રશ્નકાર- ચતુર્વિધ સંઘ (આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ ગણી, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓ
રૂબરૂ અગર પત્ર દ્વારાએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર- શ્રી આચામામ્સ વર્ધમાન તપોનિષ્ણાત શ્રી ચંદ્રસાગરજી મહારાજ.
(નોંધ :- સર્વ હક્ક સ્વાધિન. તંત્રી.). ૩૫ પ્રશ્ન- અનંતી વખત ધર્મ કર્યો, ઓઘા મુહપત્તિી કર્યા, અને ચરવળા કટાસણા કર્યા છતાં હજુ
ફાવટ આવી નહીં તો એક વખત આ ભવમાં કરવાથી શું વળશે ? સમાધાન- ભોગની લાલસાપૂર્વક અનંતીવખત કરેલ ઓઘા મુહપત્તિી અને ચરવળા કટાસણાનું ફળ
દેવલોક, સુંદરગતી અને સાંસારિક સુખ સાહ્યબીના સાધનો પણ મળ્યાં. વસ્તુતઃ મોક્ષ ન થયો, પણ દ્રવ્ય ધર્મથી જગતમાં ઊંચી સ્થિતિ પામ્યા. બૈરાં ને છોકરાં, ઘર ને વાડી, બગીચા ને બંગલા, પુત્ર ને પરિવાર વિગેરે વિગેરે કેટલી વખત કર્યા ? અનંતી વખત કરેલાનું ફળ શું આવ્યું? નરક નિગોદ અને તિર્યચ. આવું અનિષ્ટ ફળ આવવા છતાં, દ્રષ્ટિ આગળ દુઃખ દેખ્યા છતાં, પણ હજુ વિરામ કેમ પામતા નથી ! છતાં આ ભવમાં મોક્ષની ઈચ્છાપૂર્વક ધર્મ કરવામાં આવે તો સાત આઠ ભવમાં કામ થઈ જાય, મોક્ષ લક્ષ્યમાં ન રહે તો પણ દ્રવ્ય આરાધન સાંસારિક સુખ આપ્યા વગર તો રહેતો
જ નથી.
૩૬ પ્રશ્ન- અર્થ દંડ અને અનર્થ દંડમાં ફેર શો ? સમાધાન- સ્વાર્થ (ઘર-કુટુંબ, કબીલા, પુત્રાદિ) પૂરતું કરવામાં આવે તો તે અર્થ દંડ અને તે સિવાય
કરે તો અન દંડ. ૩૭ પ્રશ્ન- સમજે છતાં ત્યાગ ન કરે, જે કૃષ્ણ પોતાની સાત છોકરીને પ્રભુ નેમનાથ પાસે મોકલે,
દીક્ષાની દાંડી પીટાવે છતાં ગજ ભરનારા અને તસુ નહીં ફાડનારા લેશભર ત્યાગના પચ્ચખાણ નહિ છતાં તે સમજુઓને પ્રભુ શાસનમાં સ્થાન છે ?