________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૫-૧૦-૩૨ એક હજારવાળો એવો ભેદ જોઈએ નહીં, અને એ માટે જ તેઓ ખુલ્લું કહે છે કે માલદારોને મારી નાંખવા, તેવી જ રીતે આજે વર્ણધર્મને અંગે પાકેલા એનાર્કસ્ટો (કોમ્યુનો)નું એ જ ધ્યાન છે કે ઉંચ ગણાતાને હલકા પાડી દેવા. આ ચળવળખોરો તે જ છે કે જેઓએ ખિલાફત વખતે દેશના ભલાના નામે મુસલમાનોને પાણી પાયાં હતાં. દેશને માટે જરૂરી છે એમ કહી મુસલમાનોનાં પાણી પીનાર તથા પાનારાઓએ દેશનું ઉકાળ્યું શું? કોઈ સારા ગણાતા મનુષ્યોએ તે વખતે મજીદમાં જઈને પાણી પીધાં છે, મુસ્લિમોની પરબનાં પાણી પીધાં છે, તેઓએ દેશનું ઉકાળ્યું શું? કોઈ તુમાખીખોર મનુષ્યના એક અખતરાની પાછળ અક્કલ વગરનાઓ ચાલે છે. જો ઊંચ નીચગોત્રાદિ નહિ માનો તો પછી આઠ કર્મની માન્યતા રહેશે નહિ, કર્મની માન્યતા ન હોય તો જૈન શાસનની જરૂર શી ? અર્થાત્ કર્મ ચૂરવા માટે જૈન શાસનની વિદ્યમાનતા છે ઊંચનીચપણું તો સર્વત્ર છે.
વર્ણાશ્રમ એ જુદી વસ્તુ છે, અને ઊંચનીચપણું એ જુદી ચીજ છે. એક જ બ્રાહ્મણ વર્ણમાં પણ ઊંચનીચ છે કે નહીં? કોઈને ગધેડો કે કુતરો કહો અને કોઈને હાથી કે વૃષભ જેવા કહો તો અસરમાં ફરક પડે કે નહિ? જાનવરમાં પણ ઊંચનીચપણું રહેલું છે. અરે એક જ શરીરનાં જુદા જુદા અંગોપાંગમાંયે ઊંચનીચપણું રહેલું છે. સલામ હાથથી કરો છો ત્યાં પગથી સલામ કરો તો? પ્રાયઃ તમારે વાંધો ન જ હોય, પણ શાસ્ત્રકારોને “નામુફિયુર્દ' ઇત્યાદિ શબ્દ કહેવા પડત જ નહિ. વળી, આચારાંગમાં અંત્યજનાં કુળ જુગુપ્સનીય ગણ્યા છે, શ્રી પિંડનિયુક્તિ પા. ૧૫૭ વસ્તી, ગોચરી, અને પ્રવ્રયા માટે અંત્યજોને અકલ્પનીય કહ્યા છે. નાભિથી ઉપરનો મસ્તક સુધીનો ભાગ શુભનામ કર્મના ઉદયથી તથા નાભિથી નીચેનો ભાગ અશુભ નામ કર્મના ઉદયથી કહ્યો છે. આંખનું કામ કાનથી લઈ શકશો ? (સભામાંથી) નહિ. કાનનું કામ આંખ પણ કરી શકશે નહિ.
પ્રશ્ન-તિરસ્કાર ન ઘટે ? સમાધાન-તિરસ્કારમાં અને સ્પર્શન કરવામાં અંતર છે.
તિરસ્કાર એ જુદી વસ્તુ છે અને સ્પર્શન કરવો એ જુદી વસ્તુ છે. આપણી બહેન, બેટી કે માતા છેટે હોય ત્યારે આપણે અડતા નથી, અડીએ તો નાહીએ છીએ તેથી આપણે તિરસ્કાર કરીએ છીએ એમ કહી શકાશે નહીં. હિંદુ જાતિને અંગે અસ્પૃશ્યતાના પ્રશ્નને અંગે ન્યાય આપનારે આ વાત વિચારવી ઘટે છે. મોતી અને મગ સરખા ભાવે ન વેચાય. શાસ્ત્રકાર ત્યાં સુધી કહે છે કે જાતિએ નીચા તે કુળથી તો નીચા જ છે. જૈન દર્શનમાં અસ્પૃશ્યતા માટે શું વિધાન છે?
પ્રશ્ન-જાતિએ નીચા તે કર્મે ઊંચા ન થાય?
સમાધાન-મુંગાને કેવળ જ્ઞાન થાય તો જીભ આવી જશે ? આંખ વગરનાને કેવળ જ્ઞાન થાય તો ડોળા પ્રાપ્ત થશે? કેવળ જ્ઞાનીને પણ પહેલાંના કર્મોનું ફળ ભોગવવું પડે છે. કોઈ કુબડાને કેવળ જ્ઞાન થાય, પછી શું તેનું શરીર સુધરી જશે? અઘાતિ કર્મના ઉદયે થયેલી શરીરની પરિણતિ