________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૫-૧૦-૩૨
જૈન દર્શનમાં અસ્પૃશ્યતાનું વિધાન !!!
દેવગુરુ ધર્મ વટલાતા નથી, પણ વ્યવહાર વટલાય છે !!
અસ્પૃશ્યને દીક્ષા આપી શકાય નહીં !!! ક્ષાયિક સમ્યકત્વ-શિરોમણિ મહારાજા શ્રેણિક પણ અસ્પૃશ્યતાની
દરકાર રાખતા હતા !!! જૈન શાસનની વિદ્યમાનતા !!
“સત્રનો કોરજીઓ રૂક્ષસ યા" ઉપદેશમાળા.
આસજ્ઞોપકારી પ્રભુ મહાવીરદેવના હસ્તે દીક્ષિત ધર્મદાસ ગણિવરજી શ્રી ઉપદેશમાળામાં જણાવે છે કે સુકૃત કે દુષ્કૃત એક વખત થાય તો તેનો ઓછામાં ઓછો દશ ઘણો ઉદય હોય છે, અને વધારે થાય તો ક્રોડાક્રોડ ઘણો ઉદય હોય છે, અનંતગુણો પણ હોય છે. શુભાશુભ કર્મની વિચિત્રતા અજબ છે !! આથી ખ્યાલ આવશે કે એક વખત, બે ઘડી માટે પણ કરેલા અભિમાનથી ભવિષ્યની ઓછામાં ઓછી એક જીંદગી શી રીતે બગડે છે ! ચાહે તો જાતિનું, કુળનું, શ્રતનું, બલનું, કે બીજું કોઈ પણ અભિમાન એક જ વખત માત્ર બે ઘડી કરવામાં આવે તો તેનું ફળ આવતી આખી જીંદગીમાં ભોગવવું પડે છે. જો એક વખત કરેલું કર્મ ઘણું ફળ ન આપતું હોય, ને તેવું ને તેવું જ ફળ થતું હોય તો આવતો આખો જન્મ જાતિ, કુળ, લાભ, તપતીનપણું પામવાનું કંઈ પણ કારણ નથી. મેતાર્યમુનિ, હરિકેશીમુનિ ને ચિત્રસંભૂતિ મુનિ વગેરેના પહેલા ભવના ક્ષણ માત્રના અભિમાનો ક્યું ફળ આપનારા થયા છે !!!
- આ ત્રણના દૃષ્ટાંતથી આજે કેટલાકો કહે છે કે - “જૈન શાસનમાં અસ્પૃશ્યતા જેવી વસ્તુ જ નથી, જો હોત તો આ ત્રણે મુનિઓ બની શક્યા ન હોત આવું કહેનારાઓએ પહેલાં તો એ વિચારવું જોઈએ કે પહેલાના ભવમાં કરેલા અભિમાનની સજા કઈ?કર્મની સત્તા માનો છો કે નહીં? જ્ઞાન, તપમાં વિગેરે જેનું અભિમાન કરવામાં આવે તે બીજા ભવમાં પ્રાપ્ત ન થાય એ કર્મનું ફળ છે એવું માનો છો કે નહીં? બળનું અભિમાન કરનાર બીજે ભવે નિર્બળ થાય છે તેવી જ રીતે જાતિ, તથા કુળનું અભિમાન કરનારા નીચ જાતિ તથા નીચ કુળમાં અવતરે છે, આ વાતને કેમ પ્રમાણ કરાતી નથી ? એનાર્કસ્ટો (કોમ્યુનો)નો એ મત છે કે દુનિયાની તમામ મૂડી સરખે ભાગે વહેંચવી જોઈએ. એક લક્ષાધિપતિ અને