________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૫-૧૦-૩૨ એવું વિશેષણ મેલાય છે. મીઠો ગોળ કેમ નહીં? ગોળ શબ્દ મીઠા પદાર્થને કહેનારો છે, તેવી રીતે જાતિપદો સ્વતંત્ર સ્વરૂપમાં મીઠાશવાળો છે. મોક્ષની ક્રિયાને સાધ્ય પૂર્વક સેવન કરનાર શ્રાવક વર્ગ પ્રાથમિક શાળારૂપ દેશવિરતીમાં જે અભ્યાસ કરે છે તે હાઈસ્કુલમાં આવવા માટેની તૈયારીઓ છે !! આ પાંચ પદો જાતિ તરીકે આરાધીએ શા માટે? ધ્યેય ક્યું? (સભામાંથી મોક્ષનું) ‘ડુંગર ખોદીને ઉંદર કાઢવાનો આ રસ્તો નથી” !!
બધાને આરાધો પણ ધ્યેય નહીં હોય તો તમે ચકો છો !! છોકરા સ્કુલમાં ભણે, મોટી તપ એ પ્રવત્તિ ધર્મ છે. ઉમરના નામાઓ શીખે, પણ કોથળીમાં કેટલા પડે તે વિચારવાનું
જ છે કારણ એ અવસ્થા રૂપિયા લાવવાની નથી.
અભ્યાસ વખતે લાખો જમે-ઉધાર કરે, સરવાળા-બાદબાકી કરે પણ તેમાં ધ્યેય કશું નથી, તેવી રીતે અરિહંતાદિ આરાધીએ અને ધ્યેય ન હોય તો સાધ્ય ધર્મની અપેક્ષાએ બધું નકામું છે; બલકે છોકરાની નામું શીખવાની શાળા જેવું છે. આચારને અંગે અરિહંત આચાર્યાદિ વિગેરેને માનીએ છીએ. એમનામાં અનુપમેય સર્વસ્વ છે, તે માટે મેળવવું છે માટે સમ્યગદર્શનાદિ ચાર હોવાથી પાંચે પદને માનીએ છીએ. મેળવવા માટે જ માનીએ છીએ, અને તે સાધ્ય તરીકેનો મુદો નહીં રહે તો અભવ્યને ભવ્યમાં લેશભર ફરક નથી. સમ્યમ્ દર્શનવાળાને સમ્યમ્ દર્શનાદિનું ધ્યેય હોય અને અભિવ્યને તે ધ્યેય હોતું નથી. બાપણું ધ્યેય સમ્યમ્ દર્શનાદિ ત્રણનું જ હોઈ શકે. તત્વાર્થકારે ત્રણ પદ જણાવેલા છે, અહીં નવપદમાં ચાર પદ કહ્યા, તપ પદ કેમ ઉડાડી દીધું ? પ્રતિજ્ઞા રૂપી તપ સિદ્ધપણામાં હોતો નથી, અણાહાર રૂપ તપનું સાધ્ય રત્નત્રયીમાં હોય છે. છતાં તે નથી લીધો, તેનું કારણ એ છે કે અણાહાર થવું એ ગુણ નથી ગણ્યો. પણ દોષના અભાવ રૂપ ગણ્યો છે.
નામ કર્મનો ઉદય હતો, તૈજસની આગ ભભુકી રહી હતી, ત્યાં સુધી આહાર ત્યાગ ગુણ હતો જ નહીં, તૈજસના દોષથી થયેલો આહારનો સદભાવ અને તે રૂપી દોષનો અભાવ તે અણહારીપણું. સાધન તરીકે તપ હતું, માટે તેને સ્વરૂપ ધર્મમાં લીધો નથી. સમ્યગુ દર્શનાદિ આત્માનું સ્વરૂપ, અને તે મોક્ષમાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એટલે વિતરાગપણું હોય છે તેથી તે આત્માના કબજાના માલીકીના છે. અખંડ પ્રાપ્તિ માટે સહાયભૂત તપ એ પ્રવૃત્તિ ધર્મ છે. તે પ્રવૃતિ રૂપ ધર્મમાં ઉજમાલ રહેલ ભવ્યાત્માઓ હેજે સ્વરૂપ ધર્મરૂપ શીવ સંપદાઓ સાધે છે. સિદ્ધચક્રમાં સર્વોત્કૃષ્ટ અલૌલિક નવપદ સર્વત્ર શાસનમાં સર્વદા જાતિવાદમાં જ્યવંતા વર્તે છે !!