________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૫-૧૦-૩૨ તે ઘાતિકર્મનો ક્ષય થયા છતાં મટતી નથી : હવે કહો કે ઊંચનીચ ગોત્ર તે અઘાતિ કે ઘાતિ?
પ્રશ્ન-પણ નવાં કર્મ ન બાંધે તો ?
સમાધાન-તેથી જુનાં કર્મ ભોગવ્યા વિના ચાલે નહિ. જેઓ એમ કહે છે કે જૈનદર્શનમાં ઊંચાનીચાપણું, સ્પેશ્યાસ્પૃશ્યતા છે નહિ તેઓ જૈનદર્શન પ્રત્યે ધ્યાન આપી શક્યા જ નથી. શાસ્ત્રકારે મોક્ષનો મુખ્ય તથા જરૂરી માર્ગ ચારિત્ર કહ્યો છે. ત્યાં પણ અસ્પૃશ્યને દીક્ષામાં મના કરી છે.
ગૃહસ્થો માટે તો લેવા દેવાનું, ભોજન વ્યવહારનું, બેટી બેન લેવાદેવાનું, ઉઠાવી જવાનું વિગેરે અનેક કારણો છે પણ મુનિપણામાં તો તેવું કાંઈ નથી છતાં અસ્પૃશ્યોને દીક્ષા આપવી નહિ તેવું સ્પષ્ટવિધાન છે. ચાર વર્ષથી દીક્ષાની ચર્ચા ચાલે છે તેમાં શાસન પ્રેમીઓ તથા શાસનના વિરોધીઓ બેય પક્ષ એક સરખી રીતે કબુલ કરે છે. કે અઢાર દોષવાળાને દીક્ષા અપાય નહીં તો તે અઢાર દોષમાં “જુંગિત' એ પણ દોષ છે એને અંગે કદી વિચાર કર્યો? પ્રવચનસારોદ્વાર અને નિશીથ ચૂર્ણિમાં બુંગિત ચાર જાતના કહ્યા છે. જાતિ જુગિત, કુલ જુગિત, શીલ્પ જુગિત, તથા શરીર જુગિત. જાતિ જુગિતમાં ઢેડ, ચમાર વિગેરે જાણવા. અને તેને માટે શાસ્ત્રકારોએ સ્પષ્ટ કહ્યું છે કે અસ્પૃશ્ય એટલે તેને અડકી શકાય નહીં, કુલ જંગિત એટલે સ્પર્શ ખરો પણ ખરાબ કુળના, શિલ્પ જુગિત તે ચામડા, મચ્છી, માંસ વિગેરે ધંધો કરનાર તથા શરીર જંગિત તે ઠુંઠા-આંધળા વિગેરે જાણવા.
હવે જો જૈન દર્શનમાં સ્પૃશ્યાસ્પૃશ્યનો વાંધો ન હોય તો મોક્ષના રાજમાર્ગ ચારિત્રમાં તેનો નિષેધ કેમ કર્યો? વાત એ છે કે શાસ્ત્રમાં તો છે પણ આંખે જોવું નથી. આંધળો કહી દે કે જગતમાં લાલ-લીલું-પીળું છે જ નહિ તો તેથી તે નથી એમ કોઈ કબૂલ કરશે કે?
પ્રશ્ન-અસ્પૃશ્યતા નિશ્ચયથી છે? સ્પર્શ કરવો કે નહીં તે વાત વ્યવહારની છે ?
વળી, જો કર્મનું ફળ નિશ્ચિત માનો તો અસ્પૃશ્યતા નિશ્ચયથી પણ થઈ ચુકી. કર્મની નિશ્ચિતતાનમાનો તો સ્વરૂપે તો આત્માસિદ્ધ જ છે, મનુષ્યને વ્યવહાર માટે બોલવાનો હક્ક નથી.
પ્રશ્ન-કર્મદાનનો વેપારી શિલ્પ જુગિતમાં ખરો? સમાધાન-ના ! શિલ્પ જુગિતમાં ક્યા લેવા તે માટે હકીકત જણાવેલી છે.
આત્માના ઉદયનો એક જ માર્ગ દીક્ષા, તેને માટે જે નાલાયક ઠરે તે બીજા માટે સ્પર્ધાદિમાં લાયક થઈ શકે ખરો? એમ પ્રશ્ન થશે. (સભામાંથી) હા, જી.
પ્રશ્નકાર-ત્યારે એ ધર્મ શી રીતે કરે ? સમાધાન-કોઈ અસ્પૃશ્ય જિનેશ્વરની મૂર્તિ બનાવે તેને તમે રોકી શકો નહિ. જેમ પેલા