________________
૫૭૮
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૯-૩૩
સુધા સાગર ૭૪૧ ખરું પૂજન તો ગુણનું છે, વ્યક્તિનું નથી. ૭૪૨ જે મોક્ષમાર્ગમાં પ્રવર્તેલા છે, તેમને સ્નેહ એ વજની સાંકળ છે. ૭૪૩ સાધુ પદ્ધી ગીતાર્થપણા સાથે સંબંધ રાખતી નથી. ૭૪૪ સર્વજ્ઞ શાસનમાં જે સાધુ શાસન દ્રોહી થાય, કે વિરોધી થાય તેને નમસ્કાર કરવા માટે સ્થાન
જ નથી. ૭૪૫ જે વ્યક્તિ સૂત્રનો એક અક્ષર વિરૂદ્ધ બોલે છે તે વ્યક્તિનું આચાર્યપણું, ઉપાધ્યાયપણું કે
સાધુપણું જરૂર નાશ પામે છે. ૩૪૬ સિદ્ધો એ પરીક્ષાના વિષયની બહાર છે, જ્યારે અરિહંતાદિ ચારેની પરીક્ષા શક્ય છે. 9૪૭ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના દરેક જીવો મરણથી ડરે છે. ૭૪૮ જો શરીર જેવી વસ્તુ ન હોત તો આ દુનિયામાં મરણ પણ ન હોત ! ૭૪૯ જેઓ પ્રભુ માર્ગ ભૂલેલા આત્માઓ છે તેઓ અવશ્ય મરણથી ડરે છે. ૭૫૦ જન્મ એ બાળવીયાનું બીજ છે અને મરણ એ બાવળીયાના કાંટા છે, તો પછી જન્મરૂપી
બાવળીયા તો વાગ્યે જ જવા અને મરણરૂપી કાંટાથી ડરવું એ મૂર્ખાઈ નહિ, તો બીજું શું? ૭૫૧ સત્કૃત્યોના બદલામાં મળનાર સદગિત માટેનું મરણ તે ઓચ્છવ રૂ૫ મરણ છે. ૭૫૨ કલુષિત જીવનથી થયેલ પરિણામ દુર્ગતિમાં ધકેલનાર હોવાથી તે મરણ એ શોક મરણ છે. ૭૫૩ શ્રદ્ધાપૂર્વક નિર્વાહવાળા પાપ બાદ કરી બાકીના પાપને તજનારાઓ દેશવિરતિ ધર્મના સાચા
આરાધક છે.
(નોંધ :- સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધાસ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી આગíદ્ધારક પૂ. શ્રી આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હદયંગમ દેશનામાંથી ઉદ્ભૂત કરેલ કેટલાક સુધા સમાન વાક્ય બિંદુઓનો સંગ્રહ પૂ. શ્રી ચંદ્રસાગરજી મહારાજજી પાસેથી મેળવી ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અમે અત્રે આપીએ છીએ.
તંત્રી)