SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપધાન. ઉપધાન એ જ્ઞાનાર્થીઓ માટે અવશ્ય કર્તવ્ય રૂપ આચાર છે. ઉપધાન એ પ્રભુ માર્ગને અનુસરતા જ્ઞાન-જ્ઞાની અને જ્ઞાનના સાધનોની સમીપમાં લાવે છે, અને તેની ઉપેક્ષા કરનારાઓ તે અમુલ્ય લાભથી બનશીબ રહે છે. ઉપધાન એ પવિત્રતાની એરણ ઉપર હરકોઈ આત્માનો પવિત્ર ઘાટ ઘડવાને એકરાર કરે છે. ઉપધાન એ કાયિક, વાચિક અને માનસિક શક્તિના વિકાસ સાથે આત્માને શ્રાવકપણાની યોગ્યતા પ્રાપ્ત કરાવી ઉત્તરોત્તર આરાધ્યપણાની ઉચ્ચ કોટીમાં મૂકે છે. ઉપધાન એ મોહ સામેના મહાભારત યુદ્ધમાં વિજયતા મેળવવા માટેનું કિંમતી કવાયતરૂપ કાર્ય છે. ઉપધાન એ જગતભરના તીર્થસ્થાનો, કલ્યાણકારી કલ્યાણ ધામો, મહાવિદેહના મહાગોપ વિદ્યમાન વિહરમાનો, પવિત્ર પથ્થધામો અને સિદ્ધફરસિત સિદ્ધસ્થાનોના પ્રતિદીન ત્રણત્રણ વખત અનુપમ સગવડ સાથ દર્શન કરાવવાની તને અનુસરનારા પ્રાણીઓને અનુકુળતા મેળવી આપે છે. ઉપધાન એ પંચમંગળ મહાશ્રુતસ્કંધાદિ શ્રતાપચારરૂપ નમસ્કાર મહામંત્રાદિની સિદ્ધિ માટે (આરાધના માટે) આ સંપૂર્ણ સગવડની સાક્ષી પૂરે છે. ઉપધાન એ શ્રુતરૂપ સુધા મેળવવાના મનોરથ સેવનારાઓને માટે યોગ્યતા પ્રાપ્ત કરવાનું આ એક ઉત્તમોત્તમ સાધન છે એમ સર્વજ્ઞ સિદ્ધાંત સંબોધે છે, કારણ કે એ ચોક પરથી ઉતરેલાં કાચા ઘડામાં પાણી-જીવન નહી રહી શકે, સિંહણનું દુધ સામાન્ય ધાતુઓના પાત્રમાં નથી રહી શકે, અર્થાત્ પકવેલો ઘડો, અને સુર્વણના પાત્રમાં અનુક્રમે પાણી અને સુવર્ણ રહી શકે છે અન્યથા નહિ. ઉપધાન એ શ્રાવક-શ્રાવિકાઓને ઉંચી કક્ષાએ પહોંચાડવાની કબુલાત કરે છે. આથી જ દુર્લભ એવું મનુષ્ય જીવન તેમાં પણ શ્રાવકપણું પામીને આ ઉપધાનની આવશ્યરૂપ કર્તવ્યતા ગુરૂગમ શ્રવણ કરવી જોઈએ, જેથી ઉપધાન કરવા આત્મા તૈયાર થાય. ઉપધાન એ જીનેશ્વરદેવનો માર્ગ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા જીજ્ઞાસુઓને માટે પ્રાથમિક શિક્ષણ છે, ઉત્તરોત્તર મહાનપંથ પ્રાપ્ત કરવાની અનુપમ ચાવી છે. ઉપધાન એ સંસારમાં અહીંથી તહીં અથડાતા એવા પ્રાણીને નિયમબદ્ધ બનાવી તેને સાચો પ્રભુ માર્ગનો પથિક બનાવે છે. ઉપધાન વિનાનો આત્મા નવકાર જેવા પરમ પવિત્ર મંત્રનો યોગ્ય આરાધક રહેતો નથી. એટલું જ નહીં પણ ઉપધાન વિના કે ઉપધાન વહન કરવાની શ્રદ્ધા વિનાનો આત્મા તે મહાન એવા નવકારમંત્રને ગણવાની પાત્રતા ધરાવી શકતો નથી. હરેક આત્માએ ઉપધાન વહન-કરવા એ તેનો જન્મસિદ્ધ હક સમજી જીનેશ્વરદેવ પ્રણિત મહાન અનુષ્ઠાન કરવા તૈયાર થવું જોઇએ. ઉ પ ધા ન ક ૨ વા જો ઈ એ. ઉપધાન એ પવિત્રતાના ધામરૂપ છે, અને એ ધર્મરૂપ ધામમાં નરકેસરી-તીર્થકર પ્રદર્શિત કલ્યાણકારી આરાધનાના રહસ્યોની વાનગીનું આસ્વાદન જોર શોરથી કરી ઈષ્ટ સ્થાને પહોંચે તેમાં બલિહારી એ ઉપધાનની છે. ચંદ્રસા.
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy