SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૭. શ્રી સિદ્ધચક્ર તા.૧૯-૯-૩૩ નિજ દેહ પર ક્ષત નખ વડ પોતા તણે હાથે કયો, મોટા ઉઝરડા હાથથી કોમળ શરીરપર છે ભર્યા. પાડયો પછી પોકાર કે પતિ દેવ વહેલા આવજો ! આ દુષ્ટના પંજા થકી સ્વામી મને છોડાવજો ! (૩૮) પાપી સુદર્શન જો થયો આજે અધમ અહીં આવી ખરે ! ' માતા સમી હું છું છતાં દૃષ્ટિ અરે ! મુજપર કરે ! મુજ ધર્મ બળથી ભાંગવા પ્રવૃત્તિ દુષ્ટ આદરી તેણે અહા ! નિજ હાથથી વહાલા મને ઘાયલ કરી. (૩૯) રે મિત્ર થઈ મુજ કંતનો જો ધર્મ એ ભૂલી ગયો ! ' ' રે ! રે ! વિકારો કામના તેના વડે ડુલી ગયો ! મેટીને મનુષ્ય અરે ! જુઓ ! કંદર્પનો ચેલો થયો ! રસ રકતની કાયા ખરે, તે જોઈને ઘેલો થયો ! (૪૦) વચનો સુણી વનિતા તણા નરરાય ગુસ્સે છે થયા ! નિજ પત્ની કેરા પાપને નરનાથ તો વિસરી ગયા ! જાણી શક્યા નહિ, પત્નીની કાતીલ અરે કુટિલાઈને “સતિ' જાણતા નિજ પત્નીને અભિનંદતા હરખાઈને. (૪૧) નૃપ ત્યાં વદે “ધિક્કાર ! તું નહિ શેઠ, પણ શઠ જાણવો !” નર તું નથી, નીતિ હીનને બસ શ્વાન માની પીછાણવો ! મિત્રત્વનો ગર્દભ અરે ! તે લાભ લીધો છે ખરો, શિક્ષા ભયંકર પામશે તારો ગુન્હો છે આકરો ! (૪૨) વચનો સુણે ના શેઠના નૃપ દેહ ક્રોધે છે ભરી ! તેણે સુદર્શનને સજા શૂળીની કરી છે આકરી પણ જ્યાં સુદર્શન શેઠને શૂળી સમિપ દૂત લઈ ગયા ! આશ્ચર્યથી લોકો બધા એ દ્રષ્ટ અવલોકી રહ્યાા ! (૪૩) શૂળી ગઈ પલટી અને સોનેરી સિંહાસન થયું ! સંકટ સુદર્શન શેઠનું પલ એકમાં પલટી ગયું. (૪૪) રે! ધર્મરૂપ અમૃત તણો પ્રિય સંગ નિત્યે રાખતા તેથી સુદર્શન આમ મૃત્યુ પંથથી ઉગર્યા હતા ! દ્રષ્ટાંત એ પાળી અરે! જગ સત્ય પંથે સંચરો સેવી સદાએ ધર્મને મહાધામ મુકિતને વરો. (૪૫)
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy