________________
૫૭૬
• •
•
• • • •
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૯-૩૩ સાગર સકલ માઠા બની નદી ક્ષાર લઈને દોડશે તોએ સુદર્શન ટેકને નહિ છોડશે-નહિ તોડશે ! તેણે કહ્યું, “નૃપ અંગના રે ! રે ! વચન આ શું કહો? વણ મોતના પી ઝેરને રે ! હાય કાં મરવા ચહો ! (૩૧)
રે ! કામને તાબે થઈ કાં પાપ પંથે પરવરો ! એ પાપના-એ કામના કાળા વિચારો પરહરો ! ! નૃપ આ નગરના નાથ છે હું છું પ્રજાજન તેમનો - નૃપ પત્ની છો માતા તમે રે ! પુત્ર મુજ દિલને ગણો. (૩૨)
માતા કદી સંતાનનો અભિલાષ અવનીમાં કરે ! આ દેહ છે રૂધિરે ભરી ધિક જાય ત્યાં દ્રષ્ટિ પરે ! નિજ પુત્રની કાયા ઉપર જો માત દ્રષ્ટિ નાંખશે એ પાપથી આ પૃથ્વી પણ પળ એકમાં કંપી જશે. (૩૩)
વળી વળી વિનંતિ હું કરૂં ના ! ના ! મને ઈચ્છો તમે. આ દેહ ગંદી દેખવી માતા તમોને કાં ગમે ? અમૃત સમા વચનો સુણી નૃપ પત્ની શાંત બની નહી તેના હૃદયમાં કામની ભડભડ ચિતા સળગી રહી. (૩૪)
બહુ નમ્ર શબ્દો વાપરી તેણે વિનંતિ કરી પાષાણવન્ દિલ શેઠનું ના વાસના ત્યાં સંચરી
અબળા તણી વિનંતિ વડે દિલ શેઠનું પલટાય ના ! દિલ ધર્મની રહી ભાવના ! રે ! રે ! કદી દૂર થાય ના ! (૩૫)
પાષાણવત્ દિલ પાપમાં નૃપ પત્નિ તે કદી હાય ના ! કંદર્પના અધિકારને તાબે, સુદર્શન થાય ના ! નૃપ પત્નીએ નિરખું ખરે ! મુજ માંગણી ફળતી નથી રે ! શેઠના નયણા થકી માયા જરા ગળતી નથી. (૩૬)
વૃત્તિ સુદર્શન શેઠની મન્મથ તરફ વળતી નથી. મારી પીડા રતિ નાથની ફળતી નથી-ટળતી નથી ! પ્રયત્નો જતાં નિષ્ફળ બધા દિલમાં શરમ વ્યાપી ગઈ ! થઈ તપ્ત તરૂણી ક્રોધથી આવેશમાં સળગી રહી ! (૩૭)