________________
૫૭૫
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૯-૩૩ નૃપઅંગના કંદર્પના દિલમાં વિચારો લાવતી એ શેઠની પ્રાપ્તિ થવા વિધવિધ તરંગ ઉઠાવતી તે દિવસ દુઃખમાં, રાત્રી અતિશે વિરહમાં પુરી કરી બીજે દિવસે નૃપપત્ની નિજ મહાલય વિષે છે સંચરી (૨૪)
તેણે કહ્યું નિજ દાસીને હું રત્ન લેવા ચાઉં છું તું જઈ સુદર્શનને કહે, “હું તેમને બોલાવું છું !” દાસી વચન નૃપ પત્નિના સુણીને તરત ચાલી ગઈ તે શેઠની સમિપે જઈ કર જોડીને ઉભી રહી. (૨૫)
“ઓ શેઠજી ! મુજ સ્વામિની કે રન લેવા હાય છે મહા મૂલ્યવાન વાહિરો તે જોઈને હરખાય છે માટે તમે લઈ રત્નને રણવાસ પંથે સંચરો આજે કમાણી લ્યો ગણી ના ના ! ! વિલંબ હવે કરો ! (૨૬)
એવા વચન સુણતાં સુદર્શન વસ્ત્ર નિજ શરીરે સજી રણવાસને પંથે ગયા નિજ ભવ્ય ભવનોને તજી, રણવાસમાં જાતા અજબ દેખાવ ત્યાં દેખી રહ્યો ! શોભા સરસ રણવાસની નિજને ત્રથી પેખી રહ્યો ! (૨૭)
દીલમાં વિકારો લાવતા ચિત્રો તહાં નજરે પડે ! વિધવિધ સુગંધી વ્યાપતી ત્યાં રમ્ય કૈ ફૂલડા વડે ! નૃપ અંગના નવ વસ્ત્રમાં વિભૂષિત બની બેસી રહી ! જેના હૃદયમાં કામની વાળા અહા ! પેસી રહી ! (૨૮).
તેણે “સુદર્શન’ શેઠને દેખી તજી લજ્જા ઘણી તજી ધર્મ તરૂણીએ કરી નર પાસ નફફટ માંગણી જાણે થયો આઘાત ઓ વિદ્યુત્ તણો કાયા પરે ! એવી દશા થઈ શેઠની જે ધર્મથી નિશદીન ડરે. (૨૯)
ના પાપને પંથે સુદર્શન સ્વપ્નમાં પગલું ભરે ! તે તુચ્છ દેહ નિહાળી શું વ્યભિચાર પાતક આદરે ! એ થાયના ! એ થાયના ! સૃષ્ટિ કદી પલટી જશે રવિ પશ્ચિમે ઊગતો બની શાંતિ કદી વરસાવશે (૩૦)