________________
પ૭૪
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૯-૩૩ એ શેઠને નરનાથની સાથે રહી છે મિત્રતા શૈશવ અવસ્થાથી પરસ્પર સ્નેહ અતિશય રાખતા બે મિત્ર જો મળતા નહિ, તો દિવસ તે દુઃખમાં જતો એવો અલૌકિક સ્નેહ હાં ! બંન્ને તણા ઉરમાં હતો. (૧૭)
કંઈ ગુપ્ત વાતો હોય તો દિલ ખોલી બંન્ને બોલતા બંધુપણાથીએ અધિક માયા વળી દર્શાવતા જિન પૂજન, વૃત, ઉપવાસને સાથે મળીને સેવતા ! બે દેહ ભિન્ન હતી છતાં દીલ એક બોના હતા. (૧૮)
પણ રે ! ભયંકર ભાગ્ય છે સરખા દિવસ જાતા નથી ! અભ્રો ચઢયા આકાશમાં શું તેય વિખરાતા નથી ! રજની થતા દિનકર ઉગે અંધાર જો પલટાય છે. તેવી દશા છે ભાગ્યની પલટા નિરંતર થાય છે. (૧૯)
જ્યાં પ્રેમ પુષ્કળ હોય ત્યાં રે દેશના દર્શન મળે જો ભાગ્ય કોપે તો અહા ! અંગારની વર્ષા ગળે એવા દુઃખો આવી પડે જાણે હિમાલય તે ચળે પયના પવિત્ર પદાર્થમાં રે ઝેરની જવાળા ભળે. (૨૦)
એ રીત કઈ દિવસો જતા નૃપ જન્મ દિન આવી રહ્યો ! એ કારણે નિજ મિત્રને મળવા સુદર્શન છે ગયો ! નૃપની સમિપ ત્યાં સમય તે બેસી રહી નૃપ અંગના દિલમાં વિચારો સેવતી ઉલ્લાસથી જ અનંગના. (૨૧)
રે ! રે ! ભયંકર ભાગ્યથી દર્શન સુદર્શનના થયા ! નૃપ પત્નીના નયનો અહા ! બસ મોહમાં ડુબી ગયા ! યૌવન અજબ, મુખ શોભતું, તન ગૌર, દેહ વિશાળ છે ! જાણે સુદર્શન કામનો સંસારમાં પ્રતિપાળ છે. (૨૨)
એ ભવ્ય કાયા દેખતા નૃપ પત્ની ઘેલી છે થઈ ! નિજ ધર્મને રે ! મોહથી અબળા અહા ! વીસરી ગઈ ! તેણે વિચાર્યું કે અરે ! એવો પતિ મુજને મળે ! છે અર્થ તેનો એજ કે સોનું સુગંધી બે ભળે ! (૨૩)