________________
પ૭૩
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૯-૩૩ પતિ પત્ની બન્ને ઉભયમાં આનંદ અનુપમ માનતા પર ઘર તણે પંથે કદી દ્રષ્ટિ ઉભય નહિ નાંખતા આદર્શ જાણે જગતનો એ દંપતી પોતે હતા, જૈનત્વની સાચી લીલા દુનિયા વિષે દર્શાવતા ! (૧૦)
એ રીતથી એ દંપતિ નિર્મળ જીવન ગાળી રહે નિજ ધર્મને સાચા હૃદયના ભાવથી પાળી રહે દિલ દેહ કરી દુષ્ટતા તે સર્વથા ટાળી રહે રે ! રે ! ફરજ પોતા તણી પતિ પત્નિ સંભાળી રહે (૧૧)
નરનાથના ઘરની સમિપ બીજું મનોહર ધામ છે ત્યાં એક વૈશ્ય વસે સદા જેનું સુદર્શન નામ છે જેના હૃદયમાં ધર્મનું જાડું અચલ પરિણામ છે જેનું જીવન બસ ! રેકનો આરામ છે-અભિરામ છે (૧૨)
તે સત્યમાર્ગ ધરી સદા વ્યાપાર પંથે વિચરતો નિજ શકિતથી ધન ધાન્યને સમૃદ્ધિ સત્વર પામતો. પણ દ્રવ્ય એ દઈ ધર્મના શુભ કાર્યને શોભાવતો ના ! પાઈ પણ તે પાપને પંથે કદીએ નાંખતો (૧૩)
નિજ અખુટ ધન સંમ્પતિથી લાખો, અપંગો પાળતો પક્ષીપશુના જીવનને દુષ્ટો થકી સંભાળતો ને ધર્મની વિધવિધ વળી પ્રવૃત્તિ પોતે પાળતો રે આપણી અવનિ વિષે જાણે કુબેર બીજો હતો. (૧૪)
“રે પૂર્વના શુભ કર્મના સંયોગથી લક્ષમી મળી મુજ ભાગ્યની મારા ઉપર પ્રેમાળ દ્રષ્ટિ છે વળી” એવું વિચારી દ્રવ્યનું અભિમાન ના ધરતો કદી સંસારની અસ્થિરતા દિલથી ન પરહરતો કદી. (૧૫)
જિન ધર્મને શોભાવતા ગુરૂદેવની ભકિત કરે મળવી કઠણ આ વિશ્વમાં એવી પુનિત વ્યક્તિ ખરે છે ધર્મની દિલ ભાવના બસ ત્યાં જ અનુરક્તિ ધર જિન સેવના પંથે શરીરની સર્વ શકિત પરહરે (૧૬)