________________
* * * * * * * * * *
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૯-૩૩ એ નદી તણા પટ સમીપમાં સુંદર નગર શોભી રહે જે દેખતાં. દ્રષ્ટિ ઠરે શત્રુ તણાં દિલડાં દહે બહુ મહેલ ઉપવન શોભતા નિર્મળ જળાશય છે ભર્યા ને દિવ્ય પ્રભુ મંદિર થકી પુરના વિભાગો છે કર્યા. (૩)
જેના પ્રબળ મહાપુય છે તે જન્મ આ નગરે ધરે જ્યાંથી ન સિદ્ધિ રિદ્ધિ નિજ ઘર ત્યાગી બીજે સંચરે બસ ! હર્ષના મહા પંથમાં પુરજન સદા પગલાં ભરે ધર્મિષ્ઠ હૈયા તેમના નીતિ ન્યાય પંથે પરવરે (૪)
નરનાથ એ નગરી તણા ત્યાં હાલથી વસતા હતા : નિજ દેહ પર સંકટ સહી પ્રીતિથી પ્રજાને પાળતા નીતિ, ન્યાય, ધર્મ, વિવેકનું મહારાજ્ય ત્યાં પ્રસરાવતા પુરજન વળી નરનાથને નિજ તાત પિછાણતા (૫)
ના પાપપંક તણી કદી પુર ઉપર છાયા વ્યાપતી નહિ મોહની મદિરા સંદા હૈયે ચઢી સંતાપતી જૈનત્વની સાચી પ્રભા જનતા હૃદયમાં છાપતી કાયા તણાં સહુ દોષને દીલ ટેક રાખી કાપતી (૬)
નરરાયની પત્ની હતી પતિ સેવના દિલમાં ધરે ! ના, ના, વિકારો દેહના તેના હૃદયમાં ઘર કરે ! ના પાપના પગલાં કદી તેના જીવન પર સંચરે ! ના ના વિષયની વાસના એ સુંદરીને સર કરે ! (૭)
જિનશાસને જશ આપતી જે જે વિધિઓ છે કરી
જેને સદાએ પાળવી ઘટના ખરે મહા આકરી " એ સર્વ ધર્મ વિધિ સદા નૃપપત્ની પોતે પાળતી વળી કંથમાં નિજ હૃદયનો સાચો પ્રણય દર્શાવતી (૮)
સંસારના પુરુષો બીજા બંધુ બરાબર જે ગણે કાયા તણા દોષો બધા પતિ દેવ સંભારી હણે સુરરાયને નિરખે છતાં દ્રષ્ટિ નહિ ફરકી શકે જેનું હૃદય નહિ ઈન્દ્રને અવલોકતા હરખી શકે (૯)