________________
૫૭૧
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૯-૩૩
•
- •
• • • • • •
સોનેરી સિહાસન.
લેખક :- માણિક્ય.
-: હરિગીત :જો જો અહીંથી દેખજો શોભા સરસ સૃષ્ટિ તણી એ દ્રવ્ય નિર્મલ દેખતાં આંખો ઠરે છે આપણી ચકચક થતું જળ આ લઇ સરિતા વહે સોહામણી ને શાંત મંદ સમિરની લેહરો અહીં વહે છે ઘણી (૧)
ધ્યાન................રાખો !
શ્રી સિદ્ધચક્રના આવતા અંકમાં શરૂ થશે
ઉગતા તારા” જૈન સાહિત્યનું આ સુંદર ચિત્ર
તમારા દિલડાં ડોલાવી નાંખશે. પુરજન સદા નદી તિર ઉપર આનંદ લેવા આવતા મિત્રો મળી, ઉર પ્રણયના ભાવો અહીં દર્શાવતા ખગવૃંદ બહુ કરતા ક્રિડા, નિજ હાલને વરસાવતા પશુના જુથો રમતા સદા અહીંથી જુઓ ! ચાલ્યા જતા (૨)
ગયા અંકમાં અમે આ અંકથી “ઉગતા તારા”નું શબ્દ ચિત્ર આપવાની જાહેરાત કરી હતી, પરંતુ કેટલાક સગૃહસ્થોએ એ શબ્દચિત્ર નવા વર્ષથી આપવાની સૂચના કરેલી હોવાથી આ અંકે તે આપવાનું મુલત્વી રાખ્યું છે, અને તેને બદલે “સોનેરી સિંહાસન” એ સુંદર પદ્યાત્મક ધર્મ-કથાનકને અહીં સ્થાન આપવામાં આવ્યું છે. આવતા અંકથી “ઉગતા તારા” આ પાક્ષિકમાં પોતાનો પ્રકાશ નાંખવા માંડશે.
તંત્રી સિદ્ધચક્ર.