SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ તમે સિદ્ધચક્ર મંગાવો છો કે? ના ! આજના જે કામ છે તે, કાલ માટે પરહરો ! જે આજનું પ્રિય કાર્ય છે, તે આજ અત્યારે કરો ! અને એવું કામ તે શું છે તે તમે જાણો છો? તમારું આજનું કાર્ય એ જ છે કે નીચેનો ગ્રંથ મેળવવા આજે જ સિદ્ધચક્રના ગ્રાહક થાઓ. એ પરમ પવિત્ર ગ્રંથ તે “આગમોદ્ધારક આચાર્યદેવે શ્રીમદ સાગરાનંદસૂરીશ્વરજીનું જીવન ચરિત્ર છે. (સિધ્ધચક્રની પહેલી ભેટ). આ ગ્રંથમાં અક્ષરે અક્ષરે આચાર્યશ્રીના જીવન પ્રસંગો વહે છે ! આ ગ્રંથમાં શબ્દ શબ્દ વિરતા ઉપજાવતા પ્રસંગો છે ! આ ગ્રંથમાં વાક્ય વાક્ય મહારાજશ્રીના ધર્મોપદેશની અમીરસ ધારા રેલે છે ! ' આ ગ્રંથ લીટીએ લીટીએ આચાર્ય દેવનું જીવન તમોને ઓળખાવે છે ! આ ગ્રંથ પાને પાને તમોને પ્રેરણા આપે તેવો છે ! આ ગ્રંથ પ્રકરણે પ્રકરણે તમોને જૈનત્વ માટે મહારાજશ્રીની પ્રીતિ દર્શાવે છે. ટૂંકમાં આ ગ્રંથ તે શ્રી આચાર્યદેવના જીવનનું સંપૂર્ણ રીતે એક મનુષ્યને હાથે પડી શકે તેવું કાળજી પૂર્વક પાડેલું પ્રતિબિંબ છે ! એક સામાન્ય બાળક સામાન્ય મટી મહાત્મા થાય ? એક સામાન્ય માણસ, સામાન્ય મટી આગમોદ્ધારક થાય ? એક સામાન્ય મુનિ, મુનિ મટી અદ્વિતીય આચાર્ય થાય? આ ત્રણે પ્રશ્નોનો જવાબ “હા!” છે, અને એ કેવી રીતે બને છે, એ જાણવું જ હોય તો ઉપરનો ગ્રંથ મંગાવીને વાંચો કે જેમાં આચાર્ય દેવના જીવન પ્રસંગો સાથે સંબંધ ધરાવતા આઠ દસ આર્ટ પેપર ઉપર છાપેલા સુંદર ફોટોગ્રાફો છે ! સુંદર છપાઈ ! મનોહર ટાઈપ ! અલબેલું બાઈન્ડીગ ! આકર્ષક પુસ્તક ! જો તમોને વાંચનની જરા પણ કદર હોય તો સિધ્ધચક્રના ગ્રાહક થાઓ અને આ પુસ્તક આજે જ મેળવોઃ લખો :- સિદ્ધચક્ર સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ મુંબઈ.
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy