________________
૫૬૮
તા.૧૯-૯-૩૩
શ્રી સિદ્ધચક્ર श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
-
-
-
-
-
-
-
-
-
-
સાગર સમાધાન
સમાધાનકાર- સકલશાસ્ત્રપારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી,
આગમોદ્ધારક, આચાર્યદેવ શ્રીમદ્રસાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી. પ્રશ્નકાર- ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્રકારોએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર- પૂ. મુનિવર્ય શ્રીચંદ્રસાગરજી મહારાજ.
(ના. વડોદરા સરકારની ધારાસભામાં સરકારે પ્રેરેલો આર્યભાવના વિનાશક દીક્ષા સંહારક કાયદો ધારાસભામાં અને જનતામાં ચર્ચાઈ રહેલો હતો, એવા કઠિન સમયમાં પૂ. આચાર્ય શ્રીમદ સાગરાનંદ સુરીશ્વરજી મહારાજ સાહેબે દીક્ષા સંબંધમાં જૈનાજૈનજનતાનો ભ્રમ ભાંગવાના ઉદેશથી દક્ષા સંબંધી શંકાઓ પૂછવાનું જાહેર પ્રજાને જણાવેલું હતું. જનતા તરફથી એ સંબંધીના પ્રશ્નો જાહેર રીતે પૂછાયા હતા અને પૂ. શ્રી આચાર્યદેવે પોતાની અમોધ સુધાવર્ષિણી શૈલીમાં તે પ્રશ્નોના સરળ અને સુંદર ઉત્તરો આપ્યા હતા. આચાર્યદેવના એ ઉત્તરો સાંભળ્યા પછી કેટલાય કટ્ટરમાં કટ્ટર દીક્ષાવિરોધીઓ પણ પોતાનો દીક્ષા વિરોધ મૂકી દઈ આચાર્યદેવશ્રીના વિચારો જોડે સહમત થયા હતા. એ પ્રશ્નોત્તરો અત્યંત ઉપકારક હોવાથી અત્રે આપવામાં આવે છે અને તેનું પૂરેપૂરું મનન કરવાની મંત્રી વાંચકોને વિનંતી કરે છે. નોંધ : વાંચકોએ આ પ્રશ્નોત્તરો વાંચતી વખતે આગલા અંકના પ્રશ્નોત્તર જોઈ જવા અને તેના સંબંધમાં આ પ્રશ્નોત્તરો વાંચવા એવી તેમને વિનંતી છે જેથી તેઓ સમાધાનનો પૂર્વાપર સંબંધ સારી રીતે પાળી શકશે.
તંત્રી “સિદ્ધચક્ર”
પ્રશ્ન પ૧પ- દલીલ ખાતર એવું માનો કે ચોરી કરવાની આજ્ઞા તે બાપની આજ્ઞા છે એમ માની
છોકરાએ પાળવી, અને તેથી ઉપજતાં દુઃખો સહન કરી લેવાં એ શું યોગ્ય છે? સમાધાન- નીતિની દ્રષ્ટિએ તમે કોને ઉત્તમ ગણશો, માબાપની આજ્ઞાએ ચોરી કરનાર સંતાનને
કે ન કરનાર સંતાનને ? અર્થાત્ આજ્ઞા ન પાળી ચોરી ન કરનાર સારો છે એમ કબુલવું
જ પડે છે. પ્રશ્ન ૫૧૬- શું આજ્ઞા ઉત્થાપીને પણ ચોરી ન કરી ગુનો થતો બંધ કરે તે શું ઉત્તમ ન કહેવાય? સમાધાન- હા, ઉત્તમ કહેવાય જેમ ત્યાં ચોરી ન કરીને વડીલોની આજ્ઞાને ઉથાપનારો ઉત્તમ છે, તે જ
પ્રમાણે અહીંપણ પાપ કરનારો અને પાપોને અટકાવી દેનારો ઉત્તમ નથી એમ તમેશા ઉપરથી કહો? અહીં પણ એમ જ માનવું પડશે કે દીક્ષા લઈ પાપને રોકનારો એ જ ઉત્તમ છે.