________________
૫૬૯
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૯-૩૩ પ્રશ્ન પ૧૭- તમે દીક્ષાના સંબંધમાં ખુલાસાઓ આપો છો તે યુક્તિયુક્ત છે, પણ જેને સંસાર ગમતો
હોય તેને સાધુજીવનમાં ધકેલી દેવામાં અમારું મન માનતું નથી એટલો માત્ર વાંધો
છે, તે માટે આપ શું કહો છો ? સમાધાન- આ પ્રશ્નનું સમાધાન તો તમે પોતે જ છો. તમને સંસાર ગમે છે તો પછી અમે ક્યાં
તમોને બળાત્કારે સાધુનાં વસ્ત્રો પહેરાવવા માંગીએ છીએ. અમારું કહેવું તો એટલું જ છે કે જેને જે ગમે તે પસંદગીથી કરવા દો અને તે ઉપર પ્રતિબંધ ન મૂકો. સંસારમાં રહેવું હોય તેને ત્યાં રહેવા દો અને સાધુતા ધારણ કરવી હોય તેને તે ધારણ કરવા દો. સાધુતા અને સંસાર એ બેની વચ્ચેનો રસ્તો ઇચ્છા ઉપર ખુલ્લો રાખો, ત્યાં પોલિસ
બેસાડો એ પાપ છે એટલું જ મારું કથન છે. પ્રશ્ન ૫૧૮- આઠ વર્ષ નીચે પણ અવસ્થાભેદ જણાવેલા છે તેનું શું ? સમાધાન- આઠ વર્ષની પહેલાં ત્રણ ચાર વર્ષે દીક્ષા આપે, તો તે અયોગ્ય છે અને તેને માટે જ
શાસે એવી દીક્ષા આપનારાને માટે પ્રાયશ્ચિત કહ્યું છે, પણ આઠ વર્ષે દીક્ષા આપનારને
માટે તેવું કહ્યું નથી, એથી પણ અમારી વાત જ સાબીત થાય છે. પ્રશ્ન પ૧૯- અયોગ્ય દીક્ષા આપવામાં આવી હોય તો તેનું પ્રાયશ્ચિત કોને લાગે છે ? : સમાધાન- ગુરુને જ ! પ્રશ્ન પ૨૦- જેઓ એમ માને છે કે દીક્ષાની વય ૧૬ ની ટુંકાવીને ૮ વર્ષની રાખી છે તેનું શું? સમાધાન- એવી રીતે વય ટુંકાવવામાં આવી જ નથી. વળી અત્યારના મુનિઓ પાસે ધારાસભામાં,
ન્યાયાધીશ કે એવી બીજી કોઈ પણ સત્તા નથી. આથી જ એટલે તેઓ દીક્ષા સંબંધી નવા કાયદા ઘડી જ ન શકે, શાસે જે કહ્યું હોય તેને જ અનુસરવાનું મુનિઓ માટે તો નિર્માણ થયેલું છે. શાસ્ત્રકારો ત્રિકાળજ્ઞાની હતા, અને તેથી જ તેમણે શાસ્ત્રો રચ્યા
હતા એ શાસ્ત્રોને માન આપવું એ જ આપણું તો કર્તવ્ય છે. પ્રશ્ન પ૨૧- કોઈ એમજ માનતું હોય કે દીક્ષાની વય ઘટાડીને પૂર્વધર મુનિઓએ આઠ વર્ષની રાખી
છે, તો એ શંકાનું આપ શું સમાધાન આપો છો ? સમાધાન- એનું સમાધાન સ્પષ્ટ છે ! તમોએ જે રજુ કરી છે, તે “દીક્ષાનું શાસ્ત્ર” એ નામની
આખી ચોપડી ઉથલાવી જાઓ પણ તેમાં પણ કોઈ સ્થળે દીક્ષાની વય ટુંકાવ્યાનો પાઠ છે ? કાલિકાચાર્યે પાંચમની ચોથ કરી તેનો શાસ્ત્રીય પાઠ બે જગ્યાએ છે. દીક્ષાની
વય ટુંકાવવાના સંબંધમાં એવો પાઠ હોય તો તે રજુ કરો ! પ્રશ્ન પર ૨- શાસ્ત્રમાં તો આયુષ્ય ૧૨૦ વર્ષનું છે અને અત્યાર તો પચાસ વર્ષનું આયુષ્ય છે તેનું શું? સમાધાન- તેનો ઉપાય નથી ! પણ એ યાદ રાખવાનું છે કે કરોડ પૂર્વનું આયુષ્ય હતું તો પણ