________________
૫૬૭
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૯-૩૩ વગડાવવો જોઈએ, જીનમંદિરમાં વિસ્તારથી ઓચ્છવ (ઉત્સવ) કરવો જોઇએ અને ખંડનાદિ ક્રિયાઓ બંધ કરવી જોઈએ. હવે જે બે શાશ્વતી અઠ્ઠાઈઓ છે, તેના વિશેષ કાર્યો શાં શાં છે તે આગળ ઉપર જોઇશું. સંપૂર્ણ.
ખાસ સૂચના-ઉપર પ્રમાણે વિસ્તારપૂર્વક વિવેચન શ્રોતા સમક્ષ રસપૂર્વક થઈ રહ્યું હતું અને તે જ પ્રમાણે બાકીનું વ્યાખ્યાન પુરું કરવા માટે પૂજ્ય આચાર્યદેવનો ઉત્સાહ હતો. આખું વ્યાખ્યાન પૂરું કરવાનો અવસર નહિં પહોંચવાથી મૂળમાત્ર વ્યાખ્યાન કરવામાં પણ સ્ટા. તા. ૧૨-૧ મિનિટ થઈ હતી. મૂળમાત્ર વ્યાખ્યાનનું અનુવાદ ભાષાંતરરૂપ થઈ જાય અને વાંચકોને કંટાળારૂપ નીવડે એમ ધારી આટલેથી જ વિરમીએ છીએ.
- તંત્રી.
-: સચિત્ર :
શ્રી બારસા સૂત્ર શ્રાવણ પૂર્ણિમાના દિવસે બહાર પડી ચુક્યાં છે.
મૂલ્ય......................બાર .......................રૂપિયા. વર્ષો થયાં જૈન જનતા જેની રાહ જોઈ રહી હતી, તે કિંમતી ગ્રંથ જર અને જહેમતના મોટા ભાગે થઈ ગયો છે. આવો ગ્રંથ આજ સુધીમાં કોઇ પણ સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયો નથી !
જાણો છો ? શ્રી સંવત્સરીના દિવસે આ બારસા સૂત્ર વાંચતી વખતે ચિત્રોવાળી પ્રતની જરૂર પડે છે અને કેટલેય સ્થળે મુશ્કેલી પડે છે. એટલે દરેક ગામમાં આ પુસ્તકની એક નકલ તો જરૂર જોઇશે ! અને આ તો- -
પુસ્તક શું પણ કળાનો અદભુત નમુનો છે ! તાડપત્રની પ્રાચીન પ્રત ઉપરથી રંગ-બેરંગી સોનેરી અને રૂપેરી ચિત્રોના ખાસ બ્લોકો બનાવી આમાં છપાવ્યા છે. આખુંય પુસ્તક ઉંચી જાતના આર્ટ-પેપર ઉપર અને તે પણ નિર્ણયસાગર પ્રેસમાં છપાવ્યું છે. ૮૮ રંગીન ચિત્રો, આર્ટ પેપર અને આંખે ઉડીને બાઝે એવી છપાઈ, પછી વધારે શું જોઈએ ? એથીજ આના તો
અગાઉથી જ ગ્રાહકો નોંધાયા હતા ! અગાઉથી થયેલા ગ્રાહકો જોતાં માત્ર ગણત્રીની પ્રતો બાકી રહેશે, માટે જેઓએ અગાઉથી ગ્રાહક તરીકે નામ નોંધાવ્યું હોય, તેમણે તુરતજ આ ગ્રંથ મંગાવી લેવા વિનંતિ છે. માટે પાછળથી
પસ્તાવું પડે નહિ તે માટે આજે જ નીચેના સરનામે એક પોસ્ટ કાર્ડ લખીને વી. પી. થી આપની નકલ મંગાવી લેશો !
-: ખાસ નોંધી લેશો કે :બારસા સુત્ર મંગાવતી વખતે પોતાનો એડવાન્સ નંબર લખી જણાવશો.
આ શ્રી કલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઈ પણ જાતનું કમીશન આપવામાં નહિ આવે, તેમજ કોઈને પણ ભેટ આપવામાં આવશે નહિ !
લખોઃશેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્વાર ફંડ, ગોપીપુરા-સુરત.