________________
૫૬૬
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૯-૩૩ કોઈ માણસ તારા બચ્ચાને મારવા તૈયાર થાય તો તે વખતે પૈસા આપીને તું તેનો જીવ બચાવે ખરો કે નહિ બચાવે? ત્યાં પૈસા કરતા જીવરક્ષા એ વધારે મહત્વની ખરી ! પણ જ્યારે પારકા જીવોનું રક્ષણ કરવાની વાત આવે છે ત્યારે ત્યાં આગળ “શું? પૈસા આપીને તે વળી જીવને બચાવાય !” મહાનુભાવો! આવા તર્કશાસ્ત્રને તમારે જે નામ આપવું હોય તે તમે આપી શકો છો. અનુકંપા એ ધર્મ છે કે?
તમે ઉપવાસો કરો છો, એકાસણા કરો છો, તે સમયે કાંઈપણ ખાતા નથી ! પરંતુ પારણા કરતી વખતે જાત જાતનું મિષ્ટાન્ન બનાવીને ખાઓ ! તો શું તેથી તમારો કરેલો ઉપવાસ નકામો ગયો? નહિ જ. એ જ રીતે બચાવની-જીવરક્ષાની વખતે જીવરક્ષા કરવી એટલી જ વાત છે ! તે વખતી બીજી વાત છે જ નહિ ! ભગવાન મહાવીર દેવે ગૌશાળાને બચાવ્યો હતો અને તે પછી તો એ ગોશાળાને હાથે અનેક પાપો થયા હતા તો શું એ પાપો બધા મહાવીર મહારાજને લાગ્યા હતા ખરા કે ? નહિ જ ! ! વારૂ, મહાવીર મહારાજે ગોશાળાને બચાવી લીધો હતો, તે શાથી બચાવી લીધો હતો વારૂં ? શિષ્ય બુદ્ધિથી કે અનુકંપા બુદ્ધિથી ? ભગવાન મહાવીર એ પ્રસગને માટે પોતાના મુખથી શું કહે છે તેનો વિચાર કરો. મહાવીર મહારાજની અનુકંપા.
ભગવાન મહાવીર આ પ્રસંગના સંબંધમાં કહે છે કે મેં ગોશાળાને બચાવ્યો છે તે શિષ્ય બુદ્ધિથી બચાવ્યો નથી જ પરંતુ અનુકંપાની બુદ્ધિથી જ બચાવ્યો છે. યાદ રાખજો કે ભગવાન શ્રી મહાવીર આ વચનો કહે છે તે છાસ્થાવસ્થામાં નથી જ કહેતા, પરંતુ કેવળજ્ઞાન પામ્યા પછી જ કહે છે ! કેવળીપણામાં ભગવાન મહાવીર પોતાના મુખથી જ એમ જણાવે છે કે મેં ગોશાળાને અનુકંપા બુદ્ધિથી જ બચાવ્યો હતો ! હવે આપણે માટે (તેરા પંથના હિસાબે) એક જ રસ્તો છે કાં તો ભગવાન મહાવીરે જે અનુકંપા કરી એ ધર્મ નથી એમ માનો અને કાં તો તે અનુકંપા એ ધર્મ છે. એમ માનો ! અર્થાત ધર્મ માન્યો છે એમ માની લો અથવા તો અનુકંપા એ ધર્મ છે નહિ એમ માનો ! જો અનુકંપાને ધર્મ માનશો તો પછી પૈસા આપીને પણ પ્રાણીમાત્રને બચાવવાના કાર્યને પણ તમારે ધર્મ માનવો જ પડશે. જૈન શાસનની ખુબી.
આજના કસાઈઓ કે જેઓ પશુઓનો વધ કરે છે, તેનાથીએ અનેકગુણો પાપી એવો ગોશાળો તેને અનુકંપાથી બચાવવામાં ભગવાન મહાવીરે ધર્મ માન્યો છે. આ જ જૈનશાસનની ખૂબી છે ગમે તેવા પાપીમાં પાપી આત્માને અભય અને શાંતિ આજ શાસન આપે છે, બીજું નહિ ! ભગવાન મહાવીરે છદ્મસ્થાવસ્થામાં ગોશાળા પર દયા કરી હતી. પણ કેવળી થયા પછી એ કાર્ય પર તેમણે પોતાની મહોર છાપ મારી છે. હવે તમોને એ કાર્યમાં બોલવાની જગા રહી જ નથી માટે ફલિત થાય છે કે જીવદયા એ ધર્મ છે, એ જીવદયા પૈસા આપી કે બીજે યોગ્ય પ્રકારે સાધવી જોઈએ અને અમારી પડખ બની શકે તેટલો વગડાવવો જ જોઈએ. અહીં માત્ર પ્રસંગોપાત અમારી પડતનું અવલોકન કર્યું છે. આપણી ફરજ.
ત્યારે હવે વિચાર કરો કે શ્રી મહાવીર મહારાજ જેવાએ કહેલી અષ્ટાન્ડિકા ! તે અષ્ટાન્ડિકામાં આપણું કર્તવ્ય શું સાબિત થાય છે. અણહિકામાં સામાન્ય કાર્યો તરીકે અમારી પડહ