________________
૫૬૫
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૯-૩૩
નથી ! પણ આવા બનાવટી સદગૃહસ્થોને પૂછો કે મહાનુભાવો ! હલકા લોકોને પૈસા આપી જીવો ના છોડાવ્યા તો ભલે, પણ સારા લોકોને પૈસા આપી કેટલા જીવો છોડાવ્યા તે તો જણાવો? મેઘકુમારે સસલો છોડાવ્યો ત્યારે શું તેણે એવો વિચાર કર્યો હશે કે હું સસલો છોડાવીશ ખરો પણ આગળ જતાં તે હેરાન થશે તો પછી ? નહિ! શુધ્ધ બુદ્ધિથી સારું કાર્ય કરવું એ જ આપણી ફરજ છે. બગડીમાં બગડયા !
આ વસ્તુ ઉપર તમોને એક રમુજી દૃષ્ટાંત આપું છું. રૂઘનાથજી કરીને એક નામધારી ગુરૂ હતા. તેનો શિષ્ય હતો ભીખમજી ! આ ભીખમજી સોજતની પાસે બગડી ગામે આવી પહોંચ્યા ! બગડીમાં ઉપાશ્રય હતો. ઉપાશ્રયના વાડામાં એક ખુણો હતો. ખુણામાં એક સ્થળે કુતરી વિવાઈ હતી. અને તેને નાના બચ્ચાંઓ થયા હતા ! એ ઉપાશ્રયની જાળી ઉઘાડી નહિ મુકવાની વડીલે શિખામણ દીધી. ભીખમજી જાળી ઉઘાડી મૂકીને ગોચરી લેવા ગયા, ભીખમજી બહાર ગયા એટલામાં બીજા કુતરા અંદર આવ્યા, અને તેમણે પેલા નાના કુતરાઓને મારી નાંખ્યા. વડીલે જાળી ઉઘાડી મુકવા માટે ઠપકો આપ્યો. હવે ભીખમજી ચક્કરે ચઢયા અને કહેવા લાગ્યા કે મારે જાળી ઉઘાડવાની કે બંધ કરવાની છે નહિ, કારણ કે આ વિરતિજીવ મરે કે જીવે તેનો મારે શો સંતાપ? અહીં ભીખમજીની ભેખડ તૂટી ! અહીં બગડી ગામમાં ભીખમજીની બુદ્ધિ બગડી પડી ! તેરા પંથીની ઉત્પત્તિ. વારું તમોને પૂછું છું કે અર્થાત્ તેમને પૂછજો કે ગોચરીમાં આવેલી તમારી દાળમાં માખી પડે છે. તો તમે શું કરશો ? એ માખીને કાઢી નાંખશો કે મરવા દેશો ? અથવા માખી વાળી દાળ જ આરોગી જશો ? જવાબ સીધો આપે તો (તેરા પંથી) મતમાં મીંડું મુકાય છે. હિંસામાં ૧ પાપ અહિંસામાં ૧૮ !
શું અહીં એવો વિચાર કરવામાં માણસાઈ છે ખરી કે જો હું જીવ નહિ બચાવીશ, તેને મરવા દઈશ તો મને માત્ર એકજ હિંસા લાગશે પરંતુ જો હું જીવ બચાવીશ તો મને અઢાર પાપસ્થાનકનું પાપ લાગશે, કારણ કે મારો બચાવેલો જીવ અઢાર પાપસ્થાનકે પાપ કરે છે ! આવો વિચાર કરનારાને આપણે મુખ્ત ન કહીએ તો બીજો કોને મુર્મો કહેવો જોઈએ. કતલખાનામાં કસાઇઓ હજારો જીવોને મારે છે તે પણ જીવ બચાવનારને અધમ નહિ માને પરંતુ પોતાના કાર્યને જ અધમ માનશે ! બગડીમાં બગડેલો નહિ હોય તેવો કોઈપણ અક્કલવાળો માણસ તો એવો વિચાર નહિ જ કરે, કે હું જીવ નહિ બચાવીશ તો મને એક જ હિંસા લાગશે, પણ જો હું જીવ બચાવીશ અને તે જીવ હિંસા કરશે અર્થાત્ પાપ કરશે, અત્યાચાર કરશે તો તે સઘળા પાપનો પણ હું ભાગીદાર થઈશ! હવે જ્યારે જીવ બચાવવો એ ઉપાસક દશાંગ અને ભગવાન શ્રીહરિભદ્રસૂરીજીની અપેક્ષાએ વ્યાજબી કરે છે તો પછી લાગવગથી, પ્રેરણાથી, ઉપદેશથી, અન્નથી કે પૈસાથી પણ જીવરક્ષા કરવી એ વ્યાજબી જ ઠરે છે ! આવા કાર્યનો વિરોધ કોણ કરે છે ? તે જ વિરોધ કરી શકે કે જે બગડી ગામમાં બગડેલ ટોળાના હિમાયતી હોય! પૈસાથી હિંસા અટકાવાય છે?
વળી, એવું કહેનારા પણ ઘણા મળી આવશે કે અરે ! પૈસા આપીને જીવ બચાવ્યા, એમાં તે લાભ શો ? ફાયદો શો ? એ રીતે તો વધ કરનારને ઉલટું પાપ કરવાની અનાચાર કરવાની ટેવ પડે છે ! અરે ! પૈસા આપીને તે જીવ બચાવવાના હોય ? આવી વાતો કરનારને કહી દો કે ભાઇ!