SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૪ શ્રી સિદ્ધચક્ર તા.૧૯-૯-૩૩ કેવો નબળો છે તે તો તમે દરેક જાણતા હશો ! મહારાજા શ્રીપાળ સમુદ્રમાં પ્રવાસ કરે છે. ભર દરિયામાં વહાણ ચાલે છે. તેને ધવલ શેઠ કૌતુકપૂર્વક કહે છે કે, “સાત મુખવાળો મગરમચ્છ દેખાય છે !” તરત જ મહારાજ શ્રીપાળ ઉઠે છે ! હવે વિચારો કે આ પ્રસંગ શાનો છે ? બીજું કાંઈ નહિ; નમો અરિહંતાણે. જે પ્રસંગમાં શ્રીપાળ રાજા મૂકાયા છે તે પ્રસંગ શું ધર્મનો છે ? શું તે પ્રસંગે ધર્મ યાદ આવે એવો લેશમાત્ર પણ સંભવ છે ? નહિ જ. તરત જ મહારાજા શ્રીપાળ ઉઠે છે અને ફાટક પર જાય છે. ધવલ શેઠ દોરડું કાપી નાંખે છે અને મહારાજા તે જ ક્ષણે મહાસાગરમાં ઉછળી પડે છે, આ સમયની સ્થિતિની ભયાનકતા તમે કલ્પી શકો છો ? જો તમો એ સ્થિતિની ભયાનકતા ન કલ્પી શકતા હો તો તે કલ્પવાનો પ્રયત્ન કરો ! શ્રીપાલ મહારાજા આ સમયે ઉછળી પડે છે પરંતુ તેઓશ્રીના મુખમાંથી શા ઉદગારો નીકળે છે - નમો અરિહંતાઈ છે. આવી મહા ભયાનક સ્થિતિ ! પરંતુ તેમાંએ યાદ શું આવી ગયું ! નમો અરિહંતાણું ! હવે વિચાર કરો કે આવી સ્થિતિમાં સિદ્ધચક્રજી શી રીતે યાદ આવ્યા? આપણને જરા સરખી ઠેસ વાગે છે ! ચપ્પ વાગે છે ! આંગળી કપાય છે, તો શું નમો અરિહંતાણં ! એ યાદ આવે છે? રોગથી પિડાતા હોઈએ તો પણ એ શબ્દો બહાર નીકળે છે કે, “ઓ બાપરે ! ઓ મારે !” જેનામાં બચાવવાની શક્તિ નથી ! જેનામાં રક્ષણ કરવાની શક્તિ નથી ! તે યાદ આવે છે ! પરંતુ જેનામાં સંરક્ષણ કરવાની શક્તિ છે તે યાદ આવતા નથી?! આનું કારણ એક જ છે કે જે વસ્તુ હૈયામાં ઉતરવી જોઇએ એ તે આપણે હજી હૈયામાં ઉતારી શક્યા નથી ! શ્રીપાળ મહારાજાના ચરિત્રને સાંભળ્યાની અહીં જ સાર્થકતા છે કે એ સાંભળો તે સાંભળેલું મનમાં ઉતારો અને સંસ્કાર દઢ કરો. સિદ્ધચક્રના રંગો. શ્રી સિદ્ધચક્રની સ્થાપના કરો છો ત્યારે તેમાં જુદા જુદા રંગો સ્થાપો છો. આજે સઘળા રંગો છે એ કેવળ અનુકૂળતા માટે જ છે એ રંગો કોઈ બીજા કારણ માટે છે એમ સમજવાની જરૂર જ નથી. સઘળા જ અરિહંતો સફેદ નથી તે જ પ્રમાણે સઘળા જ સિદ્ધો કાંઈ લાલ પણ નથી જ. પણ બરાબર ધારણા ધારી શકાય તે માટે જ વચ્ચે મૂળ જમીન ધોળી રાખી, વચમાં ધોળો રંગ રાખ્યો અને ચાર બાજુના ચાર રંગો જુદા જુદા પાડી નાંખ્યા, આથી શું થશે ? એનું પરિમાણ એ આવશે કે જુદા જુદા રંગો જણાવાથી નવની કલ્પના સારી રીતે કરી શકાશે. તે જ સાથે યાદ રાખવાની જરૂર છે કે સામાન્ય ગટ્ટામાં આ પ્રમાણેની જુદી કલ્પના થઈ શકશે. એ રંગોની અલૌકિકતાનું વર્ણન પ્રસંગ પર કરાશે. આરાધન કેવી રીતે કરશો ? યંત્રનું આરાધન સિદ્ધચક્રનું માંડલું ધ્યાનમાં રાખીને તે પ્રમાણે કરવાનું છે અન્યથા નહિ જ! લલાટ વગેરે દશ સ્થાનોમાં યંત્રનો આકાર સ્થાપન કરવો અને શુદ્ધ પરિણામથી તથા પૂરેપૂરા ભાવથી તેનું ધ્યાન ધરવું. તે ઉપરાંત સામાન્ય રીતે છએ અઠ્ઠાઈઓમાં અમારી પડહ વગડાવવો જ જોઈએ અમારી પડત વગડાવવામાં પણ કેટલાક એવા નકલી નંગો મળી આવશે કે જેઓ શાસ્ત્રાર્થ કરવા બેસશે અને કહેશે કે હલકા લોકોને પૈસા આપી જીવો છોડાવ્યા એમાં શું દહાડો વળ્યો? આવું બોલનારાઓથી છેતરાશો નહિ! આવું કોણ બોલે છે ! તેના જ મુખમાંથી આવી વાણી નીકળે છે કે જેઓ મૂળમાં પૈસા ખરચવા જ માગતા
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy