________________
૫૬૧
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૯૩૩ છે! આથી માનવું જ પડે છે કે બંન્ને જુદા પણ છે અને એક પણ છે. માણસાઈ અને મનુષ્ય જુદા કે એક ?
હવે એ જ વિચારણાને આગળ લંબાવો. માણસાઈ અને મનુષ્ય એ બે જુદાં કે એક ! એક પણ છે અને જુદા પણ છે. અર્થાત્ માણસાઈ અને મનુષ્ય એ બન્ને એક જગા ઉપર રહે છે તે જ રીતે નિત્યાનિત્યપણું પણ બંન્ને એક જગા ઉપર જ સાથે રહે છે. બીજા તત્વોવાળાને આ વાદ માનતા વાંધો એ આવે છે કે તેથી તેમનો ઈશ્વર કર્તૃત્વવાદ ડોલવા લાગે છે ! કેવી રીતે ડોલે છે એ સમજોએમને નિત્ય એક જ સ્વરૂપે પદાર્થ છે એમ માનવું છે. પદાર્થનું આત્યંતિક છેવટનું સ્વરૂપ નિર્વિકાર કિવા અપેક્ષા વિનાનું છે એમ તેમને માનવું પડે છે કારણ કે તેઓ ઈશ્વરને એક સ્વરૂપે માને છે અને જો તે માન્યતા છોડી દે તો ઈશ્વર જગતકર્તા, સ્વયંભૂ, વિગેરે ગુણોથી મટી જાય છે, આ કારણથી તેઓ સ્યાદ્વાદ માની શકતા નથી ! વાચાળતા ચાલી ન શકે.
અહીં જૈન શાસનમાં ઈશ્વર વાદ જ નથી ! એટલે દરેક વસ્તુ તેના શુદ્ધ સ્વરૂપે અપેક્ષાએ નિરૂપણ કરી શકાય છે ! માટે જ સ્યાદ્વાદ સઘળા વાદોમાં ઉત્તમવાદ છે. એ સ્યાદ્વાદ કહ્યો કોણે ? જવાબ અનાદિથી તીર્થકર ભગવાને ! અહીં વાચાળતા કિવા યુક્તિવાદથી અમુક વસ્તુ સિદ્ધ કરી બતાવનારની મહત્તા છેજ નહિ. પણ મહત્તા તેની જ છે કે આચારમાં પણ તે સત્યને ઓતપ્રોત કરી બતાવે ! કોરો આધ્યાત્મવાદી આ શાસનમાં ચાલે એવો નથી ! પૌષધ પૂજા આદિ થાય છે, ત્યારે કોરા અધ્યાત્મવાદીઓ કહે છે કે એ સઘળાં કામો પણ કર્મ છે, તો પછી એ શા માટે કરવા જોઇએ ! હવે એ વિચિત્ર કર્મવાદીની લીલા જુઓ ! કોરો અધ્યાત્મવાદી નકામો છે.
એ કોરા અધ્યાત્મવાદીને પૂછો કે ભાઈ ! આ જગત ખોટું છે તો જગત ખોટું છે અને એ વાત તો તને પણ કબુલ છે. પરંતુ તે છતાં ખાવા, પીવા, ઉઠવા, બેસવાની ક્રિયારૂપકર્મ તું શા માટે કરે છે ? શરીરની ક્રિયા કરવાને તેને એટલે આજના કોરા આધ્યાત્મવાદીને વાંધો નથી આવતો, પણ આત્માને મૂક્તિને પંથે લઈ જનારી અને તીર્થંકર દેવોએ દર્શાવેલી ક્રિયા કરવામાં તેને વાંધા છે ! આવો વાંધો લેનારા કોરા અધ્યાત્મવાદીઓ કેવા છે ? ફાગણ મહિનાના છોકરા જેવા ! ફાગણ મહિનામાં છોકરાઓ, ખૂબ તાનમાં આવે છે, બિભત્સ શબ્દ બોલે છે કવિતા પર કવિતા ચાલી જાય છે પણ પરિણામ કંઈ નહિ ! છેવટે ભયંકરતા !! છોકરાઓને વંઠી જવાનો ભય પણ ત્યાં જ ! તે જ રીતે આજના કોરા આધ્યાત્મવાદીઓ પણ ફાગણ મહિનાના છોકરા જેવા જ ઠરે છે ! ત્યારે સાચો સ્યાદ્વાદવાદી કોણ છે ? માત્ર મોઢેથી “સ્યાદ્વાદ, સ્યાદ્વાદ બોલનારો નહિ પણ તેના તત્વોને જીવનમાં ઉતારનારોઅભયદાન દેનારો ! તે જ સાચો સ્યાદ્વાદવાદી છે. દયા તત્વને માનનારા.
હવે એ સાચા અભયદાનને સમજો કે એ અભયદાન તે શું છે ? રાજપ્રકરણી દયા એ વાસ્તવિક રીતે અભયદાનને અનુસરતી દયા નથી કારણ કે એ દયામાં એક મનુષ્યને બચાવવા હજારો પશુઓને મારવાની છૂટ છે. ત્યારે મહાજનોની દયા સંપૂર્ણ છે પણ રાજ સજા કરી શકે છે. મહાજન પોતે બીજાને સજા ન કરતા પ્રતિફલદાયક રીતે પોતે સજા ભોગવે છે. એ પોતે સજા ભોગવવી તેનું