________________
૫૬૨
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૯-૩૩ નામ અસહકાર ! અહીં બહિષ્કાર અને અસહકારનો ભેદ સમજવાનો છે. બહિષ્કાર એટલે બીજાને બહાર કાઢવો, અસહકાર એટલે આપણે ખસી જવું! જાનવરને ચૂંથનારાનો મહાજન બહિષ્કાર ન કરી શકે, પણ અસહકાર જરૂર થઈ શકે, તેના (વધરનારના) પડછાયામાં ન રહેવું, તેનું પાણી ન લેવું, તેને અડવું પણ નહિ એ થયો અસહકાર ! પશુઓને ચૂંથનારાથી દૂર રહેવામાં આ રીતે ધર્મ છે અને તે વાત હરકોઈ દયા તત્વને માનનારાને સ્વીકારવી જ પડશે ! દયાનું સ્વરૂપ સમજો.
- એ દયાનું સ્વરૂપ પણ સમજવાનું ખરું કે નહિ? જૈનેતરોમાં દયા કેટલા પુરતી છે ? ત્રસજીવો પુરતી ! હાલતા ચાલતા જીવો પુરતી દયા છે. હાલતા ચાલતા જીવો પર દયા રાખવી એ એમની દયાની છેલ્લી કક્ષા છે. જૈનશાસ્ત્ર માત્ર જે હાલતા ચાલતા જીવો છે તેને જ જીવો માનતા નથી, પરંતુ છએ કાયને પૃથ્વી, અપ, તેજે, વનસ્પતિ અને ત્રસ એટલે હાલતા ચાલતા એ દરેકને જૈનશાસ્ત્ર જીવ માને છે અને એ દરેક જીવને જ અભયદાન દેવાનું આ શાસન ફરમાવે છે. આ છએ જીવોને અભયદાન આપનારા જો કોઈ પણ હોય તો તે જૈનો છે. અન્ય-દર્શનીઓ માત્ર જે હાલતો ચાલતો છે તેને જ જીવ માને છે ! જૈન શાસન કહે છે કે સ્વયં એટલે પોતાની મેળે હાલતા ચાલતા હોય તે પણ અને નહિ હાલી શકતા હોય તેઓ પણ સઘળા જીવો છે અને એ સઘળા જીવોને અભયદાન આપવું એ કર્તવ્ય છે. ત્યારે એ સઘળા જીવોને અભયદાન આપનારાઓમાં સર્વોત્તમ એવા શ્રી જિનેશ્વર ભગવાન તેમણે છ અણહિકા કહી છે. છ અઠ્ઠાઇઓ કઈ કઈ ?
* જે પોતાનું શ્રાવકપણું જાણતો હોય જે પોતાના જૈનત્વને પુરેપુરો પીછાણતો હોય તેણે આ છએ અઠ્ઠાઈઓ કરવી જોઈએ. એ અઠ્ઠાઇઓનું સ્વરૂપ સાંભળો અને પછી એની આરાધના કરો ! એ છ અઠ્ઠાઈઓ કઈ કઈ ? પહેલી ચૈત્ર મહિનાની, બીજી અષાઢ મહિનાની, ત્રીજી પર્યુષણ પર્વની, ચોથી આસો મહિનાની, પાંચમી કાર્તિક મહિનાની અને છઠ્ઠી ફાગણ મહિનાની આ પ્રમાણે છ અઠ્ઠાઇઓ છે. - આ ક્રમ સાંભળ્યા પછી તમોને એ શંકા થશે કે અઠ્ઠાઇઓનો આ ક્રમ કેવી રીતે કહ્યો? શાસ્ત્રીય રીતે તો પહેલી અઠ્ઠાઈ પર્યુષણની આવે છે. મારવાડાદિ પ્રાંતોમાં વર્ષ શ્રાવણ માસથી બદલાય છે તો પહેલી અઠ્ઠાઈ પર્યુષણની હોવી જોઈએ. કિંવા ગુજરાત લાટ આદિમાં વર્ષ કાર્તિકથી શરૂ થાય છે તો પહેલી અફાઈ કાર્તિકની હોવી જોઈએ તેને બદલે પહેલી અઠ્ઠાઈ ચૈત્રની કેમ? એનો ખુલાસો એ છે કે શાસ્ત્રકારો વર્ષ ચૈત્ર શુક્લ પ્રતિપદાથી જ ગણે છે ! બે નિયમિત અને ચાર અનિયમિત.
આ રીતે ભગવાન શ્રી તીર્થંકર દેવોએ આ છ અઠ્ઠાઈ કહી છે તેમાં બે શાશ્વતી છે અને ચાર અશાશ્વતી છે. બે શાશ્વતી અઠ્ઠાઇઓ કોને કહેવી તેને માટે શાસ્ત્રકાર જે નિર્ણય આપે છે તે વિચારીએ. જે અઠ્ઠાઇઓ સર્વકાળની છે તે શાશ્વતી છે. ચૈત્ર અને આસોની અઠ્ઠાઈ તે શાશ્વતી છે કે જે અઠ્ઠાઈમાં શ્રી સિદ્ધચક્રની આરાધના કર્તવ્ય છે. હવે તે બે અઠ્ઠાઇઓ સર્વકાળની કેમ કહી છે તેનો નિર્ણય કરવાનો છે. તમે જાણો છો કે તીર્થકરોના જીવનચરિત્રના પ્રસંગોમાં તમોને ફરક માલમ પડશે પરંતુ કોઈપણ તીર્થંકરના શાસનમાં તમોને તફાવત નહિ જ માલમ પડે. ચોમાસું, ચોમાસી, પર્યુષણ