________________
૫૬૦
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૯-૩૩ નિર્ણય તેના વચનોદ્વારા એ જ કરી શકાય છે. ભગવાન શ્રી મહાવીરદેવ કેવળજ્ઞાન પામ્યા અને સમવસરણમાં બિરાજ્યા હતા તે સમયે પૂ. ભગવાન શ્રી ગૌતમસ્વામી આવે છે અને ભગવાનને જુએ છે. હવે શ્રી ગૌતમસ્વામી ભગવાનને ભગવાન તરીકે શાથી માને છે? શું તે તેમને શરીરે જોઈને તીર્થંકર માને છે? નહિ જ!તેમની કિંમત તે વચનદ્વારાએ જ કરે છે. નીતિના વચનો બોલે અને એ વચનો તેના આચારમાં પણ જણાય ત્યારે આપણે તે માણસને નીતિમાન માનીએ છીએ. એના ઉપરથી એ સાર નીકળે છે કે મનુષ્યની પ્રમાણિકતાનો નિર્ણય તેના વચનદ્વારાએ થાય છે અને વચનની સત્યતાનો નિર્ણય પુરુષદ્વારાએ થાય છે. સ્યાદવાદ શું છે?
એ જ રીતે ૬ અઠ્ઠાઈ સંબંધી પણ વિચાર કરો ! અઠ્ઠાઈ છ છે એ ખરું, પણ તે કોણે કહી છે? જવાબ એ છે કે સર્વજ્ઞ ભગવાન મહાવીરદેવે કહેલી છે, સૂત્રકારનું વચન છે અને અમારી કૂળ પરંપરાએ ચાલુ છે. એ ૬ અઠ્ઠાઇઓ સ્યાદ્વાદિઓમાં સર્વોત્તમ અને અભયદાન દેવામાં પણ સર્વોત્તમ એવા મહાવીર ભગવાને કહી છે. અહીં સ્યાદ્વાદચીજ ધ્યાનમાં લો. દરેક અપેક્ષાએ દરેક વસ્તુને સમજવાનો વાદ તે સ્યાદ્વાદ છે. દષ્ટાંત તરીકે પૂછશો કે અહીં મગનભાઈ ક્યાં બેઠા છે આગળ કે પાછળ ? જવાબ એ છે કે મોતીભાઈની અપેક્ષાએ તેઓ આગળ છે, તો છગનભાઈની અપેક્ષાએ તેઓ પાછળ છે. વચલી આંગળીને તમે કોનો આધાર છે એમ પૂછશો તો જવાબ એ મળશે કે આગલી પાછલી બંન્ને આંગળીઓનો તેને આધાર છે, જીવ દેવલોકમાંથી અવીને મનુષ્યલોકમાં આવ્યો તો આ પ્રસંગે શું બન્યું? દેવપણાનો નાશ અને મનુષ્યપણાની ઉત્પત્તિ ! દૂધનું દહીં થયું, પરિવર્તન થયું છતાં પણ ગોરસ છે એ તો કાયમ જ છે ! અમૂકની અપેક્ષાએ નાશ માનો છો, તો અમુકની અપેક્ષાએ ઉત્પત્તિ પણ માનવી પડશે જ ! અર્થાત્ સ્યાદવાદ એ જ અપેક્ષાવાદ છે. સ્યાદવાદનો મૂળ પાયો શું ?
ઉપર જણાવેલી વિચારણા એ સ્યાદ્વાદનો મૂળ પાયો છે. સ્યાદ્વાદનું આ રહસ્ય ન સમજનારાઓ એમ કહે છે કે સ્યાદ્વાદ એ અનેકાંત વાદ છે. અર્થાત્ તે અનિશ્ચયવાદ છે. ખરી વાત એ છે કે સ્યાદ્વાદ એ અપેક્ષાવાળો વાદ છે અર્થાતુ તે આસપાસના સંજોગો જોઈને તેમાં તત્ત્વ શોધનારો વાદ છે. એક માણસ છે તે તેના છોકરાનો બાપ છે, તેના બાપનો દીકરો છે, બહેનને ભાઈ છે અને પત્નીનો પતિ છે. તો એને શું કહેવો ? બાપ કહેવો, ભાઈ કહેવો કે છોકરો ! અમુક અપેક્ષાએ બાપ છે, તો તે જ માણસ અમુક અપેક્ષાએ છોકરો છે; અર્થાત્ જે અપેક્ષાએ જે વસ્તુ હોય, તે અપેક્ષાએ તેનું નિરૂપણ કરવું એ જ સ્યાદ્વાદ ! અજૈનો સ્વાવાદ કેમ ન સ્વીકારી શકે?
હવે વિચારો કે સ્યાદ્વાદ આટલો ઉદાર છે તો પછી બીજા તત્વવાળાઓને એ વાદ માનવામાં વિરોધ ક્યાં આવે છે? વિરોધ એ આવે છે કે સ્યાદ્વાદ માનનારાને નિત્યાનિત્યપણું, ભેદભેદપણું માનવું પડે છે. તે તેઓ માની શકતા નથી ! આત્મા અને શરીરને તમે એક માનો છો કે જુદા માનો છો? એક પણ છે અને જુદા પણ છે એક છે એ તો તમે પ્રત્યક્ષ જોઈ શકો છો કારણ કે સાથે રહેલા છે, પરંતુ તેટલું જ સાચું એ પણ છે કે તો એ જુદા પણ છે કારણ કે આત્મા શરીર છોડીને ચાલ્યો જાય