________________
પપ૬
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૯-૩૩ આ ઉદેશને પોષવા માટે જ શ્રી સિદ્ધચક્ર પાક્ષિકનો પ્રભુ શાસનમાં જન્મ થયો છે.
અમે આ દિશાએ જે યથાશક્તિ કાર્ય બનાવ્યું છે તે શબ્દોમાં બોલી બતાવવાની આવશ્યક્તા નથી! એ કાર્યની તૂલના તો સ્વયં ગ્રાહકોએ જ કરી લેવાની છે. જૈનશાસ્ત્રના પરમ અને ગહન સિદ્ધાંતો સરળ અને સહેલી ભાષામાં સમજાવવા માટે શ્રી સિદ્ધચક્રમાં પ્રત્યેક અંકે જૈનશાસ્ત્રોના ધુરંધર જ્ઞાતા, શૈલાના નરેશ પ્રતિબોધક આગમોદ્ધારક આચાર્ય દેવ શ્રી સાગરાનંદ-સૂરીશ્વરજી મહારાજનું એક વ્યાખ્યાન આપવામાં આવે છે અને તેઓશ્રીને જે કાંઈ શંકાઓ પૂછાય છે તેના પણ સમાધાનો તેઓશ્રી પાસેથી મેળવીને એ સમાધાનના સંચય કરનાર પૂ. મુનિવર્ય શ્રી ચંદ્રસાગરજી પાસેથી તે સમાધાન મેળવીને “સાગર સમાધાન” એ શિર્ષક નીચે વાંચકના હિત માટે પાક્ષિકમાં પ્રગટ કરવામાં આવી છે.
જો સાચું બોલવું એ આત્મ-પ્રશંસા ન હોય તો એમ કહેવાને જરાય વાંધો જ નથી કે આ બે વસ્તુઓ જૈન કોમની મહાન સેવા બજાવી છે. વિશેષમાં પૂજ્યપાદ શ્રી આરામોદ્ધારક આચાર્ય-દેવના સુધામય વાક્યોનો સંગ્રહ પણ સુધાસાગરના શીર્ષક નીચે કરવામાં આવે છે. એક તરફથી જડવાદી જમાનાનું જૈનો પર થતું આક્રમણ તેણે રોક્યું છે અને બીજી તરફથી જૈન ધર્મની ખુબી અને મહત્તાનો આપણી સામે પ્રકાશ થયો છે. આ રીતે સિદ્ધચક્ર એ સમ્યજ્ઞાન પ્રચારનું એક સુંદર સાધન બની ગયું છે. સિદ્ધચક્રમાં પૂ. આચાર્યશ્રીના વચનોરૂપી અમૃત આ પ્રમાણે પિરસાય છે હવે તે અમૃતનો પોતે લાભ લેવો અને બીજાને તેનો લાભ લેતા બનાવવા એ સ્વયં વાંચકોનું પોતાનું કાર્ય છે.
ઉપર જે ત્રણ વસ્તુઓનો અમે ઉલ્લેખ કર્યો છે, તે ત્રણે વસ્તુઓ સંપૂર્ણ ધાર્મિક હોઈ તત્વજ્ઞાનથી ભરપૂર છે. આવા સાહિત્ય સાથે વિદ્યમાન જગત જેને “હળવું-સાહિત્ય' કહે છે, એટલે જે સાધારણ રીતે મગજને વિચારણા કરવાનો બહુ શ્રમ પડયા વિના વાંચી શકાય તેવું સાહિત્ય પણ સિધ્ધચક્રમાં પીરસાય છે. પૂર્વાચાર્યો વિરચિત ધાર્મિક કથાનકોને નવલિકારૂપે આપવાનો તથા દર પાક્ષિકે એક એક કવિતા અને એક ધર્મ કથાનક આપવાનો જે રિવાજ અમે દાખલ કર્યો છે તેણે પણ અમારા વાંચકોનું સારી રીતે ધ્યાન ખેંચ્યું છે, અને એ સાહિત્યે પણ તેમને સંતોષ આપ્યો છે. હજી બીજા મોટા પાયા ઉપર સિદ્ધચક્રમાં સુધારા વધારા કરવાની વિચારણા અમે ચલાવી રહ્યા છીએ અને જેમ જેમ અનુકૂળતા મળશે તેમ તેમ સિદ્ધચક્રને જૈન ધાર્મિક પાક્ષિક સાથે જ તેને જૈન સાહિત્યનું સુંદર પાક્ષિક બનાવવાના અને તેને વિશાળ કરવાના સઘળા સંકલ્પો જરૂર અમલમાં મૂકવામાં આવશે.
સિદ્ધચક્રનું વર્ષ પુરું થયું નથી, થતું નથી અને થશે પણ નહિ. એક વ્યવહારિક દ્રષ્ટિએ અવલોકનરૂપે વિચાર કરો કે જે વર્ષ સિદ્ધચક્ર પૂરું કરે છે, તે જ વર્ષની ભેટ તરીકે અમારી પસંદગી એક વિશિષ્ટ વસ્તુ ઉપર ઊતરી છે ? પ્રિય વાંચક ! એ વસ્તુનું નામ દઈએ ! કે જે વસ્તુ માટે જૈન જનતા વર્ષોથી તલસતી હતી, જેની જૈન જગત રાહ જોઈ રહ્યું હતું અને જેની અનેક સ્થળેથી માંગણી થઈ રહી હતી એવું પુસ્તક તે કર્યું હોઈ શકે? બીજું કોઈ જ નહિ, પણ “આગમોદ્ધારક આચાર્યદેવ