________________
૫૪૨
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૩૩
સુધી સાગર
૭૦૨ આજના યુવાનોને સાચું ધાર્મિક જ્ઞાન મળ્યું નથી અને આત્માને બગાડનારું જ્ઞાન તો તેમના
મગજમાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે એને જ યોગે આજના યુવાને ધર્મ પરત્વે વિરોધ
ધરાવનારા બન્યા છે, બલ્ક પ્રાયઃ ધર્મથી વિમુખ બન્યા છે. ૭૦૩ બૂટ, કોલર ને નેકટાઇથી સજ્જ, ભક્ષ્યાભઢ્યની મર્યાદાથી ચુકેલો, રાત્રી ભોજન વગેરેના
માની લીધેલા આનંદમાં ઝુલનારો અને દુનિયાદારીના ક્ષણિક સુખોમાં ડુબેલો શિક્ષક કે ભાષણકાર છોકરાને નવકાર મંત્ર ગણવાનો ઉપદેશ આપે, તો એની જરા સરખી પણ અસર
તે છોકરા ઉપર નહિ જ થાય. ૭૦૪ તમે જેવું શિક્ષણ આપવા માંગતા હો તે શિક્ષણના પ્રતિનિધિ જેવા તમે બની જશો ત્યારે જ
તમારા શિક્ષણનું સારું પરિણામ આવશે. ૭૦૫ ઉપધાનની સામાન્ય વ્યાખ્યા એ છે કે નવકાર શીખનારાએ વધારે નહિ તો તે શીખે તેટલો
સમય આરંભ સમારંભનો ત્યાગ કરવો. ૭૦૬ સુંદર ફૂલોને જોઈને તેની નિંદા કરનારો તે ફૂલોને જ દેખી શખતો ન હોવો જોઈએ તેમ
. ઉપધાનની સુંદરતાને તિરસ્કારની નજરે નિહાળનારાની પણ સારાસાર વિચાર શક્તિ રૂપી
આંખો બંધ થયેલી જ હોવી જોઇએ. ૭૦૭ આજની ધર્મ વિનાશક પ્રવૃત્તિ, શુદ્ધ વાતાવરણ અને ધર્મપ્રેમી સંયોગોનો અભાવ એને જ
આભારી છે. ૭૦૮ શાસનની વ્યવસ્થાને ખટપટ કહેનારા શાસનના જ દ્રોહી છે. ૭૦૯ ન્યાય નિહાળનારાઓએ ગુનેગારોની ઇજ્જત, આબરૂ અને વગવસીલા તરફ નજર સરખીએ
કરવી ન ઘટે તો પછી તે સંબંધી વિચાર કરવો તે તો અસ્થાને છે. ૭૧૦ દેશને અંગે દેશદ્રોહીની જે પ્રમાણે વ્યાખ્યા કરીએ છીએ તે જ પ્રમાણે શાસનને અંગે
શાસનદ્રોહીની વ્યાખ્યા પણ કરવી જ જોઈએ. [નોંધ :- સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધાસ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી આગíદ્ધારક પૂ. શ્રી આચાર્યદેવ શ્રીમદ સાગરાનંદસુરીશ્વરજીની મનનીય હદયંગમ દેશનામાંથી ઉદ્ભૂત કરેલ કેટલાક સુધા સમાન વાક્ય બિંદુઓનો સંગ્રહ પૂ શ્રી ચંદ્રસાગરજી મહારાજજી પાસેથી મેળવી ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અમે અત્રે આપીએ છીએ.
તંત્રી)